સુરતના 100 કરોડના જમીન કૌભાંડનો રેલો રાજકોટ પહોંચ્યો
ભાજપના અગ્રણીના પુત્રને શોધવા ભગવતીપરામાં સુરત પોલીસ ત્રાટકી પણ હાથ આવ્યો નહીં
પારસી વૃદ્ધની જમીનના બોગસ દસ્તાવેજો બનાવવાના ફૂલપ્રૂફ કાવતરાનો પર્દાફાશ, બેંક મેનેજર સહિત પાંચ ઝડપાયા
વેરાવળ અને સુરતની ચીટર ટોળકીને ભેગી કરવામાં ભાજપ અગ્રણીના પુત્રએ રોલ ભજવ્યાનો ઘટસ્ફોટ
સુરત શહેરના ભેસાણ વિસ્તારમાં રહેતા એક પારસી વૃદ્ધની 100 કરોડો રૂૂપિયાની જમીન ભૂમાફિયાઓએ કબજે કરીને વેચી નાખવાનો હોવાનો પ્રકરણમાં તપાસનો રેલો રાજકોટ સુધી પહોચ્યો છે. કિંમતી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી જમીન ભૂમાફિયાઓએ જમીન પચાવી પાડી હતી. ટોળકીએ અસલ માલિક જેવી દેખાતી વ્યક્તિને રજૂ કરીને સબ-રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરવા માટે ગયા ત્યારે રંગેહાથ પકડાઈ ગયા. આ મામલે પોલીસે મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી હતી. તપાસમાં આ પ્રકરણમાં રાજકોટ ભાજપના વોર્ડ નંબર 4ના અગ્રણી સંજયગીરી ગોસ્વામીના પૂત્ર હર્ષિલ ઉર્ફે લાલાનું નામ ખુલતા સુરત પોલીસની ટીમે રાજકોટના ભગવતીપરામાં દરોડા પડ્યા હતા જોકે ભાજપ અગ્રણીનો પુત્ર લાલો હાથ લાગ્યો ન હતો.
ભેસાણ ગામ પારસી ફળિયામાં રહેતા 72 વર્ષીય કુરૂૂષ રૂૂસ્તમજી પટેલની ભેસાણના અલગ-અલગ બ્લોકમાં આવેલી 100 કરોડો રૂૂપિયાની જમીનનો દસ્તાવેજ કરાવવા નાનપુરા બહુમાળી બિલ્ડિંગમાં હજીરા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બે ભેજાબાજ ગયા હતા, પરંતુ કુરૂૂષ પટેલને શંકા હતી કે પોતાની જમીન પચાવી પાડવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, જેથી તેમણે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં વાંધાઅરજી કરી હતી, જેથી સબ-રજિસ્ટ્રાર કચેરી દ્વારા તરત જ પોલીસને જાણ કરતાં દોડી આવી હતી અને કુરૂૂષ પટેલનું નામ ધારણ કરી દસ્તાવેજ કરવા આવનાર ઝાકીર ગુલામઅલી નકવી અને સાક્ષીમાં સહી કરનાર એવા માસ્ટરમાઈન્ડ મુકેશ મનસુખ મેંદપરાની ધરપકડ કરી હતી જયારે પીયૂષ જયંતિલાલ શાહ અને અકબર મિયા નથુમિયા કાદરી પોલીસ પહોંચે એ પહેલાં ત્યાંથી નાસી ગયા હતા.
આ ગુનામાં અઠવા પોલીસે મહિલા જમીન દલાલ અને લોનનું કામકાજ કરતી સ્મિતા સરજુ શાહ(48)(રહે, સુર્યરથ એપાર્ટ, અડાજણ, મૂળ.સાબરકાંઠા), વેસુની આરબીએલ બેંકના બ્રાંચ મેનેજર હિતેશ ધનસુખ પાટવાલા(43)(રહે, નક્ષત્ર એમ્બેસી, ગૌરવપથ રોડ, પાલ, અડાજણ, મૂળ રહે, જંબુસર), વેસુની આરબીએલ બેંકના સેલ્સ ઓફિસર સુરજ રાકેશ તિવારી(25)(રહે, હરીકૃષ્ણ આઈકોન, ડિંડોલી, મૂળ રહ.યુપી) અને પૂર્વ આરબીએલ બેંકના કર્મચારી અને હાલમાં આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારી કિરણ તુકારામ સોનાર(41)(રહે, સુંદર સોલીટેર, બમરોલી રોડ, મૂળ. મહારાષ્ટ્ર), અકબરમીયા નથુમીયા કાદરી(રહે.સોમનાથ)ની ધરપકડ કરી હતી. આ મામલે કુલ સાતની ધરપકડ બાદ સુરત પોલીસની તપાસમાં આ 100 કરોડની જમીન હડપ કરવાના પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોચ્યો છે. ચકચારી આ જમીન પ્રકરણમાં પોલીસ તપાસમાં રાજકોટના ભાજપ અગ્રણીના પૂત્ર લાલાનું નામ બહાર આવતા અઠવા પોલીસની એક ટીમ તપાસાર્થે રાજકોટ પહોંચી હતી. જોકે, આરોપી પોલીસને હાથ લાગ્યો નથી.
વાંધા અરજી આપ્યાના બીજા દિવસે જ ટોળકી હમસકલ સાથે દસ્તાવેજ માટે પહોંચી
ભેસાણ ગામના 72 વર્ષીય કુરૂૂષ રૂૂસ્તમજી પટેલની જમીનમાં ભૂમાફિયાઓ વેચાણ કરવા ફરી રહ્યા હોવાની વાત તેમને મળી હતી. આથી કુરૂૂષ રૂૂસ્તમજી પટેલે સબ-રજીસ્ટ્રાર હજીરા ઝોનની કચેરીમાં પોતાની 11 અલગ અલગ જમીનોનો દસ્તાવેજ કરવા માટે આવે તો મને મોબાઈલ પર જાણ કરવા અને જમીન વેચાણ ન કરવા, પાવર કે કોઈપણ દસ્તાવેજો અમારી સંમતિ વિના રજીસ્ટ્રાર ન કરવા અંગે વાંધા 1 ઓગસ્ટે જ અરજી આપી હતી. અને બીજા દિવસે 2 ઓગસ્ટે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં પારસ વૃદ્ધ કુરૂૂષ રૂૂસ્તમજી પટેલની માલિકીની જમીનનો વેચાણ દસ્તાવેજ નોંધણી માટે આવતા સ્ટાફને શંકા ગઈ હતી. જ્યારે આ શખસો આવ્યા ત્યારે વાંધા અરજી પ્રમાણે તેમને જાણ કરવામાં આવી હતી. જે લોકો દસ્તાવેજ કરાવવા માટે આવ્યા હતા અને તે લોકોએ કુરૂૂષ રૂૂસ્તમજી પટેલનો હમસકલ ઝાકીર હુસૈનને સાથે લઇ આવ્યા હતા જેથી કોઈને શંકા ન જાય આ મામલે મૂળ માલિકનએ જાણ કરવામાં આવતા સમગ્ર કાવત્રાનો પર્દાફાશ થયો અને મુકેશ અને ઝાકીર સ્થળ ઉપરથી રંગેહાથ પકડાઈ ગયા.