ટ્રાફિક સિગ્નલ ખુલ્યુ ને જમની જેમ સિટી બસ ત્રાટકી, વાહનોને કચડતી સો ફૂટ દોડી અલ્ટો સાથે અથડાઇ
ઇન્દિરા સર્કલ પાસે સર્જાયેલ ભયાનક અકસ્માતના કંપારી છોડાવી દયે તેવા 10 સેક્ધડના CCTV ફુટેજ સામે આવ્યા
પાંચ ટુ વ્હિલર અને બે રિક્ષાને ઉલાળી આગળ જતી અલ્ટો કાર સાથે અથડાઇને ઉભી રહી ગઇ
રાજકોટ શહેરના 150 ફુટ રિંગરોડ અને યુનિવર્સિટી રોડના ક્રોેસીંગ ઇન્દીરા સર્કલે આજે સવારે બેફામ સ્પિડે આવતી સીટી બસે 10 સેક્ધડ રીતસર આતંક મચાવી આઠ વાહનોને કચડી નાખ્યા હતા અને લગભગ 100 ફુટ દોડી આગળ જતી અલ્ટો કારને હડફેટે લઇ અટકી ગઇ હતી. આ ભયાવહ અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે તે જોતા કંપારી છુટી જાય તેવા દ્રશ્યો જોવા મળે છે. પાછળથી યમદુતની માફક ત્રાટકેલી બસની હડફેટે ચડેલા ટુ વ્હીલર ચાલો હેબતાઇ ગયા હતા અને જીવ બચાવવા વાહનો છોડીને ભાગ્યા હતા જયારે ઘટના નજરે જોનાર લોકોએ એ પકડો.... પકડોની બુમો પાડી હતી.આ મોતના મંજરની શરૂઆત સવારે 9 કલાક 51 મીનીટ અને 20 સેક્ધડે શરૂ થઇ હતી. યુનિ. રોડ ઉપર કોટેચા ચોકથી યુનિ. તરફ જવાના રસ્તે ઇન્દીરા સર્કલ પાસે 9.51 મીનીટે ટ્રાફિક સિગ્નલ ખુલતા જ વાહન ચાલકો હજુ સ્પીડ પકડે તે પહેલા બેફામ ઝડપે સિટી બસ ત્રાટકી હતી અને ટુ વ્હીલરોને કચડતી સર્કલ ક્રોસ કરીને લગભગ 100 ફુટ સુધી દોડી હતી અને આગળ જઇ રહેલી અલ્ટો કારને હડફેટે લઇ થોભી ગઇ હતી. સવારે 9 કલાક 51 મીનીટ અને 20 સેક્ધડે આ બસે વાહનોને કચડવાનું શરૂ કર્યું હતું અને 9 કલાક 51 મીનીટને 30 સેક્ધડ સુધીમાં એટલે કે 10 સેક્ધડમાં પાંચ ટુ વ્હિલર, બે ઓટો રીક્ષા તથા એક અલ્ટો કારને હડફેટે લઇ આતંક મચાવી દીધો હતો. (તસવીર : મુકેશ રાઠોડ)