દ્વારકાધીશ મંદિરમાં રિલ્સ બનાવાનો સિલસિલો યથાવત
યાત્રાધામ દ્વારકાના જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર અંદર અવાર નવાર લોકો મોબાઈલ લઈ ઘૂસી જવાના બનાવો બનતા હોય છે. જેટ પ્લસ સુરક્ષા ધરાવતું જગત મંદિરની સિક્યુરિટી સામે પણ સવાલો ઉઠ્યા છે. જ્યારે જગત મંદિરમાં રહેલ પોલીસ કંટ્રોલ રૂૂમના સીસીટીવી કેમેરાઓ કેટલા છે. કેટલાક ચાલુ છે. કેટલા બંધ છે. અવાર નવાર જગત મંદિરમાંથી મોબાઈલ દ્વારા રીલ્સો બનાવી સોશિયલ મીડિયામાં બહાર પાડવામાં આવે છે. જે દ્વારકાધીશ જગત મંદિર સુરક્ષા ના ડીવાયએસપી સાગર રાઠોડ ને પૂછતા તે રેકોર્ડ માંગો તો મળશે તેમજ તેમને પૂછતા અવાર નવાર જગત મંદિર અંદર બનાવેલ રીલસો બહાર પડે છે. તે માટે ખુદ ડીએસપીએ જવાબ દેવાનું ટાળ્યૂ હતું અને મંદિરના પીએસઆઇ ને પૂછો તેવો જવાબ આપેલો હતો.
દ્વારકાનો જગત મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતું હોય ત્યારે શું ડીવાયએપી ને ખબર ન હોય કે દ્વારકાધીશ જગત મંદિરમાં કેટલા કેમેરાઓ છે ? કેટલા ચાલુ છે? કેટલા બંધ? વારંવાર મંદિર અંદર બનાવેલ રીલસો સોશિયલ મીડિયામાં ફરતી થાય છે. તે એક પ્રશ્નો ઉઠ્યો છે.
જગત મંદિર અંદરના પોલીસ કંટ્રોલના સીસીટીવી કેમેરા બંધ ?
જાણવા મળતી માહિતી મુજબ જગત મંદિર અંદર ટોટલ દેવસ્થાન સમિતિના સીસીટીવી 16 કેમેરા આવેલા છે તે ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પોલીસ કંટ્રોલ રૂૂમના અંદાજિત 45 થી 50 જેટલા કેમેરો આવેલા છે. તે કેમેરો કેટલાક વર્ષોથી બંધ હાલતમાં છે ? તેવું જાણવા મળ્યું છે. જોકે આ સીસીટીવી કેમેરાઓ ચાલુ હોય તો મંદિર અંદર લોકો મોબાઈલો લઈ પહોંચી જાય છે અને રીલસો બનાવે છે. એ લોકો કેમેરામાં કેદ થતા હોય તો કેમ એકશન લેવાતા નથી તે પણ એક સવાલ છે.