For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફીના ભવ્ય વિજયને વધાવતા જામખંભાળિયાના નગરજનો

11:54 AM Mar 10, 2025 IST | Bhumika
ચેમ્પિયન્સ ટ્રોફીના ભવ્ય વિજયને વધાવતા જામખંભાળિયાના નગરજનો

Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફીની ગઈકાલે રવિવારે દુબઈ ખાતે યોજાઈ ગયેલી ફાઈનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતે મજબૂત મનાતી ન્યૂઝીલેન્ડની ટીમને હરાવી અને ગર્વભેર વિજય મેળવતા સમગ્ર દેશ સાથે ખંભાળિયાના ક્રિકેટ ચાહકોમાં પણ ભારે આનંદ સાથે ગર્વની લાગણી જોવા મળી હતી.

ન્યૂઝીલેન્ડના 252 રનના ટાર્ગેટ સામે ભારતે છ વિકેટે 254 રન 49 ઓવરમાં નોંધાવીને ટાર્ગેટ પાર પાડતા અંતિમ બોલમાં સર જાડેજાની ફોરને લોકોએ વિનિંગ શોટ તરીકે બિરદાવી ભારે ગૌરવ અનુભવ્યો છે. ત્યારે 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે વિજયી બનતા આના અનુસંધાને ખંભાળિયાના ક્રિકેટ પ્રેમીઓએ ભારતની આ ભવ્ય જીતને વધાવી, ગતરાત્રે ફટાકડાની આતશબાજી કરી હતી.

Advertisement

જેમાં અહીંના નગર ગેઈટ ચોકમાં શ્રીરામ ગ્રુપના યુવા કાર્યકરોએ ફટાકડા તેમજ આતશબાજીની રમઝટ બોલાવી ખુશી વ્યક્ત કરી હતી.

-
-

Advertisement
Tags :
Advertisement
Advertisement