For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રખડતા ઢોરનો ત્રાસ યથાવત : બે આખલાની લડાઈમાં યુવાન અડફેટે ચડ્યો

04:31 PM Mar 04, 2024 IST | admin
રખડતા ઢોરનો ત્રાસ યથાવત   બે આખલાની લડાઈમાં યુવાન અડફેટે ચડ્યો

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત રહ્યો છે. મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને કારણે અગાઉ નિર્દોષ બાળકોનો ભોગ લેવાયાના બનાવ બની ચુક્યા છે તેમજ મહાનગરપાલિકા દ્વારા રાત્રી અને દિવસ દરમિયાન ડોર પકડ ઝુંબેશ શરૂ કરી છે. તેમજ રખડતા ઢોરને ડબ્બે પુરવાની કાર્યાહી પણ સારી રીતે કરી રહી છે.

Advertisement

ત્યારે અવાર નવાર રખડતા ઢોરને લઈ વૃધ્ધ, યુવાન કે મહિલા ઘવાયાના બનાવ બનવા પામ્યા છે. ત્યારે રાજકોટમાં પણ રખડતા ઢોરને કારણે યુાવન ઘાયલ થતા તેમને પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વધુ વિગતો અનુસાર કાલાવડ રોડ પર ભીમનગરમાં રહેતા અંકિત છગનભાઈ પરમાર નામના 19 વર્ષનો યુવાન ગઈકાલે રાત્રીના સમયે યુનિવર્સિટી રોડ પરની સરિતા વિહાર સોસાયટીમાંથી પસાર થતો હતો ત્યારે બે આખલાની લડાઈમાં ત્યાંથી નિકળવા જતાં તેને હડફેટે ચડ્યફો હતો અને આખલાએ ઢીક મારતા યુવકને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અંકિત ગેમ ઝોનમાં નોકરી કરે છે તેમના પિતા કડિયા કામની મજુરી કરે છે અને પોતે એક ભાઈ બે બહેનમાં બીજા નંબરનો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement