વેરાવળ-શાપર ગામમાં 1.65 કરોડની જમીન ઉપરનું દબાણ ખુલ્લું કરાયું
14 ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી 1100 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાઇ
કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામે શાન્તિધામ સોસાયટી મા 14 જેવા આસામીઓએ દબાણ કરેલ હતું જેમાં 14 ઝુંપડાઓ રહેણાંક બનાવીના રેતા હતા આ અગાઉ નોટિસો પણ આપવામાં આવી હતી છતાં પણ કોઈ પણ જાતની દરકાર ન કરતા હોય તો મંગળવારના સાંજના સમયે દબાણ કરતા આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવેલ અને જમીન ખુલ્લી કરવા માં આવી જેમાં સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર માં દબાણ કરવામાં આવેલ હતું એ જમીન કિંમતી જમીન હોય છે કરોડો રૂૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ડો. ઓમ પ્રકાશ, કલેકટર, રાજકોટના આદેશથી અને મહક જૈન,આસિસ્ટન્ટ કલેકટર સાહેબ, રાજકોટ શહેર-2, રાજકોટ તથા મામલતદાર કોટડાસાંગાણી ગુમાનસિંહ જાડેજાની સૂચના મુજબ નાયબ મામલતદાર દબાણ-2 એચ.એ.ચુડાસમા, સર્કલ ઓફિસર સંજય રૈયાણી, રેવન્યુ તલાટી એ.બી. બાવળીયા તથા પોલીસ, P.G.V.C.L સ્ટાફ તથા JCB દ્વારા આજ રોજ વેરાવળ ગામના તશમભ રોડ પર નીલકંઠ એન્જિનિયરિંગ કારખાના પાસે આશરે 14 જેટલા કાચા ઝૂંપડાં વિગેરેનું રહેણાંક હેતુસરનું અનધિકૃત બાંધકામ બાબતે દબાણ દૂર કરવામાં આવેલ છે.
દબાણદારો સામે ધોરણસરની કાર્યવાહી કરી દબાણદારોને નોટિસો આપી દબાણ દૂર કરવા જાણ કરવામાં આવેલ છે. તેમ છતાં અમુક આસમીઓએ દબાણ દૂર કરેલ ન હોવાથી આજ રોજ તમામનું દબાણ દૂર કરવામાં આવેલ છે. સદરહું દબાણવાળી જગ્યામાં કુલ.14 જેટલા આસામીઓએ દબાણ કરેલ હતા. જેનું ક્ષેત્રફળ આશરે *1100 ચો.મી.* થાય છે, દબાણવાળી જમીનની આશરે કુલ બજાર કિંમત રૂૂપિયા 1.65 કરોડની હોવાનું જણાય છે.