રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પોલીસ તંત્રમાં ‘સ્વચ્છતા અભિયાન’ હાથ ધરવાનો સમય પાકી ગયો છે: હાઇકોર્ટની ટકોર

12:39 PM Aug 31, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટમાં CCTV ચોરીના કેસને પીએસઆઇ એ જમીન વિવાદમાં ખપાવી દેતા હાઇકોર્ટના કડક વલણ બાદ તાત્કાલીક બદલી

18 હજાર રૂૂપિયાના CCTV કેમેરાની ચોરી કે નુકસાનીની ફરિયાદના કેસને પોલીસ દ્વારા જમીનના વિવાદમાં ખપાવીને ઉંડાણપૂર્વકની તપાસ કરવાના વલણની હાઇકોર્ટે ભારે ટીકા કરી છે. જસ્ટિસ નિર્ઝર દેસાઇએ આકરું વલણ અપનાવતા પોલીસ વિભાગમાં પસ્વચ્છતા અભિયાનથ હાથ ધરવાનો સમય પાકી ગયો હોવાની વેધક ટકોર કરી હતી. પ્રસ્તુત કેસમાં રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSIદ્વારા ચોરીના કેસની તપાસ જમીન વિવાદમાં ખપાવીને તપાસ કરી હોવાની બાબતને ગંભીરતાથી લેતાં હાઇકોર્ટે તપાસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને કમિશનરને લેખિતમાં માફી માંગવા અથવા કેસની તપાસ CBIને સોંપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

શુક્રવારે સવારે હાથ ધરાયેલી સુનાવણી બાદ સરકારે હાઇકોર્ટને ખાતરી આપી હતી કે તપાસ અધિકારીને આજને આજ નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ પર ટ્રાન્સફર કરી દેવાશે. તેથી હાઇકોર્ટે અરજદાર સામેની તપાસ પર સ્ટે આપી કેસની સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે રાખી છે.

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઇએ પોલીસ વિભાગની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે,ક્યાંક જઇને તો આ બધું અટકવું જોઇએ. જો તમે આજે જ અઢી વાગ્યા સુધી તપાસ અધિકારીને સસ્પેન્ડ નહીં કરો તો કોર્ટને હુકમ કરવાની ફરજ પડશે. હાઇકોર્ટનો મેસેજ પલાઉડ અને ક્લિયરથ રીતે પોલીસ અધિકારીઓના કાને પડવો જોઇએ કે કોઇ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે નહીં. તમે CBIના એડવોકેટને પણ બોલાવી લો આ કેસની તપાસ એમને સોંપી દઇએ છીએ અને તપાસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કરીશું. અમને એવી કાર્યવાહી જોઇએ કે જેથી જાહેર જનતાને એવું લાગે કે ભૂલ કરનારા અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાય છે. આવા અધિકારીઓને સરકારે રક્ષણ આપવો જોઇએ નહીં.

હાઇકોર્ટે એવી વેધક ટકોર કરી હતી કે,થCCTVકેમેરાની ચોરીના મામલામાં આટલું ઊંડાણભર્યું ઇન્વેસ્ટિગેશન કર્યું હોય એવો એક કેસ સરકાર બતાવે. CCTVકેમેરાની ચોરીમાં લેન્ડનો વિવાદ ક્યાંથી લઇ આવ્યા? કોણ તપાસ અધિકારી છે? પોલીસ કમિશનરને સોગંદનામું કરવાનું કહો કે ઈંઘ કઇ રીતે તપાસ કરે છે અને કોઇ વ્યક્તિને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કોઇ નાની બાબતની ખોટી ફરિયાદ કરી જમીનને લગતા વિવાદને સેટલ કરી શકાય નહીં.

હાઇકોર્ટે આ તપાસ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની તાકીદ કરતાં સરકારે બપોર સુધીનો સમય આપવાની વિનંતી કરી હતી. ત્યારબાદ અઢી વાગ્યે સરકારે હાઇકોર્ટને ખાતરી આપી હતી કે તપાસ અધિકારી PSIકે.ડી. મારૂૂને ટ્રાન્સફર કરાશે. તેથી હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે,સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ કેસના તપાસ અધિકારીને આજે જ નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ પર ટ્રાન્સફર કરી દેવામાં આવશે. અરજદાર તરફથી ઉપસ્થિત એડવોકેટ આશિષ દગલી અને સિનિયર એડવોકેટ નિરૂૂપમ નાણાવટી દ્વારા આ કેસમાં જે રીતે એક નાના ગુનાને જમીનના મોટા વિવાદમાં ખપાવી દઇ પરાઇનો પર્વતથ બનાવવાની કોશિશ ઈંઘ દ્વારા કરવામાં આવી છે એ મામલે સવાલ ઊઠાવ્યો હતો. જોકે સરકારે કારણ સાથેનો વિસ્તૃત આદેશ નહીં કરવા કોર્ટને વિનંતી કરી છે. તેથી પ્રતિવાદીઓને નોટિસ પાઠવવામાં આવે છે અને અરજદાર વિરુદ્ધની તપાસ પર સ્ટેનો આદેશ કરવામાં આવે છે. જેનો ફરિયાદીને પણ વાંધો નથી.

Tags :
cleanliness drivegujaratgujarat high courtgujarat news
Advertisement
Next Article
Advertisement