રાજકોટના તત્કાલિન કલેકટર વિક્રાંત પાંડેની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક
ગુજરાતનાં મુખ્યમંત્રીનાં કાર્યાલયનાં અધિકારીઓમા મોટા ફેરફારો થયા છે. રાજકોટનાં તત્કાલિન કલેકટર અને 2019 મા દિલ્હી ડેપ્યુશન ઉપર ગયેલા 2005 ની બેંચનાં આઇએએસ અધિકારી ડો. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રી કાર્યાલયમા સચિવ તરીકે નિમણુક આપવામા આવી છે જયારે મુખ્યમંત્રી કાર્યાલયમા સચિવ તરીકે રહેલા માહિતી અને પ્રસારણ વિભાગ સચિવ અવંતિકા સિંઘને એડીશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામા આવ્યા છે.
ડો. વિક્રાંત પાંડેની ગુજરાતમા ફરી એન્ટ્રી અને તે પણ મુખ્યમંત્રી કાર્યાલયમા એન્ટ્રી સૂચક માનવામાં આવે છે.
2019 માં અમદાવાદ કલેકટરમાથી દિલ્હી ગૃહ વિભાગમા ડેપ્યુટેશન ઉપર મુકાયેલા ડો. વિક્રાંત પાંડેનુ ડેપ્યુટેશન 2024 માં પુરૂ થતા ગુજરાત ભવન - નવી દિલ્હીના રેસિડન્ટ કમિશનર તરીકે નિમણુક અપાઇ હતી.
હવે ડો. વિક્રાંત પાંડેને સીધી મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે નિમણુક આપવામાં આવી છે. આજે બપોરે બદલીનાં આ હુકમો જાહેર કરાયા છે. મુખ્યમંત્રી કાર્યાલયમા ફેરફારોથી અનેક અટકળોને વેગ મળ્યૂ છે .