ત્રણ કલાક બંધ રહેલા ફ્લેટમાંથી રૂપિયા 3.45 લાખની ચોરી
મકાન માલિક પત્નીની દવા લેવા ગયા, તેટલા સમયમાં જ તસ્કરો હાથ ફેરો કરી ગયા
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોને ઉપાડો વધ્યો છે તાજેતરમાં રૂૂ 11 લાખ ની ચોરીનો બનાવ તાજો છે. ત્યાં જ વધુ એક એપાર્ટમેન્ટમાં પાંચમે માળે આવેલા ફ્લેટ માંથી તસ્કરો રૂૂ 3 લાખ 45 હજાર ની કિંમત ના સોનાના ઘરેણા ની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગર માં શરૂૂ સેક્શન રોડ ઉપર આવેલા અપૂર્વ રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં પાંચ મા માળે ફ્લેટ નંબર 501 માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશ નાં આશુતોષસિંહ શ્રી કૃષનસિંહ કુશવાહા નાં રહેણાક મકાનમાં ગત તારીખ 4 ના સવારે કોઈ તસ્કરો એ બાલકની માંથી દરવાજો ખોલીને રૂૂમમાં પ્રવેશ કર્યો હતોઝ અને ઘરની તિજોરીમાંથી રૂૂ 3 લાખ 45 હજાર ની કિંમતના 95 ગ્રામ સોના ના ઘરેણા ની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે આશુતોષ સિંહ કુશવાહા એ પોલીસ મા ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે એન જાડેજા તપાસ માટે દોડી ગયા હતા.
મકાન માલિક પોતાની પત્ની ની બીમારીની સારવાર માટે શહેર ના ટાઉનહોલ પાસે આવેલ એક ખાનગી હોસ્પિટલ માં દવા લેવા ગયા હતા સવારે 10 વાગ્યે તેઓ પોતાના ઘરના તાળા મારી ને નીકળ્યા હતા, અને 12:45 કલાકે પરત ફર્યા હતા ત્યારે તે પોતાના ઘરમાં પ્રવેશતા રૂૂમમાં તિજોરી માં સામાન વેર વિખેર નજરે પડ્યો હતો. અને કબાટ નાં ખાના ખુલ્લા જોવા મળ્યા હતા. જેમાં તપાસ કરતા સોનાના ઘરેણા ની ચોરી થઈ હોવા નું માલુમ પડ્યું હતું. આજે તેમણે પોલીસની જાણ કરી હતી. પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસ નો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે.