For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદમાં હડકાયા કૂતરાનો આતંક, અનેકને બચકાં ભર્યા

11:36 AM Aug 17, 2024 IST | Bhumika
બોટાદમાં હડકાયા કૂતરાનો આતંક  અનેકને બચકાં ભર્યા
Advertisement

બોટાદમાં ફરીવાર હડકાયા કુતરાએ આતંક મચાવ્યો છે. બોટાદના ગઢડા રોડ પર વિવિધ વિસ્તારોમાં અનેક લોકોને હડકાયા કુતરાએ બચકા ભર્યા, જ્યારે બીજી તરફ હોસ્પિટલમાં હડકવાની રસી ઉપલબ્ધ જ નથી, જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.

થોડા દિવસ પહેલા બોટાદના ઢાંકણીયા રોડ પર અનેક વ્યક્તિઓને હડકાયા કુતરાએ બચકા ભર્યા હતા. આવી ફરી એક ઘટના બોટાદ શહેરના ગઢડા રોડ વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટી, રાધાકૃષ્ણ-2 સોસાયટી સહિતના અનેક વિસ્તારોના સ્થાનિક લોકો સાથે બની છે.

Advertisement

એક હડકાયા કુતરાએ 7થી 8 વ્યક્તિઓને બચકા ભર્યા છે. તેઓને સારવાર માટે તાત્કાલિક બોટાદની સરકારી સોનાવલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સોનાવાલા હોસ્પિટલમાં હડકવાની રસી જ ઉપલબ્ધ નથી તેવું જાણવા મળતા શહેરીજનો નિરાશ થયા છે. તેઓને ભાવનગરની સર.ટી સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.સામાન્ય સ્થિતિ ધરાવતા માણસો ભાવનગર પહોંચે અને સારવાર મેળવે તેવુ કેટલાય વર્ષોથી બને છે, અવારનવાર આવી ઘટનાઓ બનવા છતાં હડકવાની રસી શા માટે બોટાદની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી હોતી તે મોટો સવાલ છે. લોકો માંગ કરી રહ્યા છે કે બોટાદની કહેવાતી સિવિલ હોસ્પિટલ સોનાવાલામાં જીવન રક્ષક હડકવાની રસી મળવી જોઈએ.

જો સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો હોય તો મેડિકલ ફેસીલીટી, નિષ્ણાંત ડોક્ટરો અને માળખાગત તમામ પ્રકારની સાધન સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ. બોટાદને જિલ્લો જાહેર કર્યાના 12 વર્ષ જેવો સમય થયો છે પરંતુ બોટાદ તાલુકાકક્ષાની આરોગ્યલક્ષી સુવિધાથી બહાર નથી આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement