સંગઠનની તાકાત વિસાવદરમાં પૂરી થઈ ગઈ: જવાહર ચાવડા
ઈટાલીયાની જીતમાં ખોબલે ખોબલે મત આપનાર આહીર સમાજનાં 13 ગામડામાં જવાહર ચાવડાનું મિનિ વિજય સરઘસ
જૂનાગઢમાં ભાજપ નેતા જવાહર ચાવડા ફરી ચર્ચામાં આવ્યા છે, તેમણે જૂનાગઢમાં આપેલ નિવેદનથી અનેક ચર્ચાઓ શરૂૂ થઈ છે, તેમણે કહ્યું કે, સંગઠનની તાકાત વિસાવદર હદમાં પુરી થઈ છે અને વિસાવદરમાં નવા વ્યવહાર અને સંબંધો ચાલુ થયા છે, સૌથી મોટી વાત આ વિસ્તારમાં બની છે તમે સંગઠિત થયા છો તેવું નિવેદન જવાહર ચાવડાએ આપ્યું છે. આહીર સમાજનાં એક કાર્યક્રમમાં જવાહર ચાવડાએ કહ્યું કે, મારે તમારો રાજકીય લાભ નથી જોઈતો અને વિસાવદર તાલુકામાં સમાજ બનાવજો અને એક સાથે રહેજો,
તમને જયાં જરૂૂર હશે ત્યાં હું ઉભો રહીશ તેમણે વિસાવદરના તાલુકાના ગામડાઓ પ્રવાસ કર્યો હતો, વિસાવદરના જે 13 ગામમાંથી ગોપાલ ઈટાલિયાને ખોબલે ખોબલે મત મળ્યા એ 13 ગામની ભાજપના જવાહર ચાવડાએ મુલાકાત કરી છે. ન માત્ર મુલાકાત કરી પરંતુ અહીં તેઓ ઘોડા પર બેઠેલા દેખાયા. જાંબુડાના ગ્રામજનોએ ઘોડા પર બેસાડીને સરઘસ કાઢી તેઓનું સ્વાગત કર્યું હતું.