સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સજ્યા સોળે શણગાર, અદ્ભુત નજારો
ભારત વિકાસ સપ્તાહની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7મી ઓક્ટોબર, 2001ના રોજ શપથ લીધા હતા. તેમના જાહેર જીવનનાં 23 વર્ષ પૂર્ણ થવાનાં અવસરે 7થી 15મી ઓક્ટોબર દરમિયાન ભારત વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કેમ્પસમાં આવેલાં વિવિધ સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવ્યાં છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં આકાશી દૃશ્યોનો અદભુત નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે નિર્માણ પામેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણાં ઉમેરવામાં આવ્યાં છે. કોઇ પ્રવાસી અહીં આવે તો ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાંની મજા માણી શકે એવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે પ્રોજેક્શન મેપિંગ શોનું આયોજન કરવામાં આવે છે,સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્ર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે તમામ સ્થળો પર મનમોહક રંગબેરંગી લાઇટિંગ લગાડવામાં આવી છે, જેનાથી પ્રવાસીઓને રાત્રિનો એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે.
લાઇટિંગની ભવ્યતાથી ઝગમગ બનેલું એકતાનગર પ્રવાસીઓ માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
એકતાનગરની ભવ્યતાનો વિશેષ અનુભવ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ અને એકતા મોલ ચારેય બાજુએથી રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યાં છે, જેથી વાતાવરણ પણ રંગબેરંગી બન્યું છે.