For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે

11:49 AM Jan 24, 2025 IST | Bhumika
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે

રાજકોટના કોટડા સાંગાણીમાં રાઘવજી પટેલ, જામનગરમાં મુળુભાઇ, બોટાદમાં કુંવરજી બાવળિયા કરાવશે ધ્વજવંદન

Advertisement

રાષ્ટ્રના 76માં પ્રજાસત્તાક પર્વ-26મી જાન્યુઆરી-2025ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા (ઇડર) ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ (શહેરા) ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના ધ્વજ વંદન સમારોહ યોજાશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગતમા કેબિનેટ મંત્રીઓ 1. કનુભાઈ દેસાઈ - વલસાડ (વાપી), 2. ઋષિકેશ પટેલ - બનાસકાંઠા (અંબાજી), 3. રાઘવજીભાઈ પટેલ - રાજકોટ (કોટડા સાંગાણી), 4. બળવંતસિંહ રાજપૂત - મહેસાણા (પાંચોટ),5. કુંવરજીભાઈ બાવળિયા - બોટાદ (બરવાડા), 6. મુળુભાઈ બેરા - જામનગર (શહેર), 7. ડો. કુબેરભાઈ ડીંડોર - ભાવનગર (શિહોર), 8. મતી ભાનુબેન બાબરિયા - અમદાવાદ (ધંધુકા), રાજ્યકક્ષાના મંત્રીઓમાં 9. હર્ષ સંઘવી - ગાંધીનગર (શહેર), 10. જગદીશ વિશ્વકર્મા - ખેડા (કપડવંજ), 11. પરશોત્તમભાઈ સોલંકી - ગીર સોમનાથ (ઉના), 12. બચુભાઈ ખાબડ - દાહોદ (સિંઘવડ), 13. મુકેશભાઈ પટેલ - નવસારી (જલાલપોર), 14. પ્રફુલ પાનશેરીયા - સુરત (ઉમરપાડા), 15. ભીખુસિંહજી પરમાર - છોટા ઉદેપુર (જેતપુર પાવી), 16. કુંવરજીભાઈ હળપતિ - ભરૂૂચ (શહેર) છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે. કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને અવગણીને, દેશના 76મા પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારીઓ દિલ્હીના ફરજ માર્ગ પર પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ રાજ્યોના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે.

Advertisement

પરેડમાં નમો નમ:નામનું એક ખાસ ગીત રજૂ કરવામાં આવશે, જેમાં દેશના 38 રાજ્યોના 5,000થી વધુ કલાકારો એકસાથે ભાગ લેશે. આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં કલાકારો એક જ મંચ પર સાથે પ્રદર્શન કરશે. આ અનોખું અને ઐતિહાસિક પ્રદર્શન ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા જઈ રહ્યું છે, જે આ ઉજવણીને વધુ ગૌરવપૂર્ણ બનાવશે. ગુરુવારે, તમામ કલાકારોને વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જેમાં તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કરવા અને તેમનું સ્વાગત કરતી વખતે શિષ્ટાચાર જાળવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement