For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજય સરકાર અને ધોળકિયાની કંપની સ્કીલ યુનિવર્સિટી બનાવશે

04:28 PM Sep 28, 2024 IST | Bhumika
રાજય સરકાર અને ધોળકિયાની કંપની સ્કીલ યુનિવર્સિટી બનાવશે
Advertisement

દુનિયાભરમાં જાણીતા ડાયમંડના વેપારી, રાજ્ય સભા સાંસદ અને રામક્રિષ્ણા એકસ્પોર્ટસના માલિક ગોવિંદભાઇ ધોળકીયાની સંસ્થા SRK નોલેજ ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.ગુજરાત સરકાર અને SRK નોલેજ ફાઉન્ડેશન ભેગા મળીને સ્કીલ યુનિવર્સિટી અને સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂૂ કરશે. આ પ્રોજેક્ટમાં સ્કીલ ડેવલપમેન્ટની ટ્રેનિંગની સાથે ભગવદ ગીતાનું મહામૂલ્ય ભાથું પણ આપવામાં આવશે.કમાણીની સાથે ચારિત્ર્ય ઘડતર આ યુનિવર્સિટીમાં કરવામાં આવશે. ગુજરાત સરકાર યુનિવર્સિટીની સ્થાપનાને જરૂૂરી સહાય, નોંધણી, મંજૂરી આપવાનું કામ કરશે, જ્યારે SRK નોલેજ ફાઉન્ડેશન ફેકલ્ટી, સંશોધન, વર્કશોપ, સ્ટાફ, કોન્ફરન્સ વગેરેની વ્યવસ્થા કરશે. આ પ્રોજેક્ટમાં લગભગ 1000 લોકોને રોજગારી મળશે. 2025થી તબક્કાવાર પ્રોજેક્ટ શરૂૂ કરાશે. જાણવા મળેલી માહિતી મુજબ આ યુનિવર્સિટી ઉભરાટમાં શરૂૂ કરાશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement