છોટીકાશીના શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ
દેવાધિદેવ, આદીદેવ ભોળાનાથે રિઝવવાના અવસર શિવરાત્રીને પગલે આજે છોટીકાશી જામનગરમા હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય હોવાથી ભાંગનો મહિમા અપરંપાર હોય છે. આજે છોટીકાશી ગણાતા જામનગરમાં સિદ્ધનાથ, કાશીવિશ્વનાથ, ભીડભંજન મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. સાથે જ લોકોએ ભાંગનો પ્રસાદ લીધો હતો. આજે વહેલી સવારથી જ જામનગરના વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રીના પર્વ પર હર હર મહાદેવના નાથ ગુંજી ઉઠ્યા છે. ત્યારે જામનગરમાં અનેક પૌરાણિક મંદિર આવેલ હોવાથી શહેરને છોટાકાશીનું બિરુદ મળ્યું છે. તેવામાં શિવરાત્રી નિમિતે જામનગરમાં છે... ક રાજસ્થાની ભાંગની ગોળીઓ મંગાવી ભાંગ બનાવવામાં આવે છે. જે મહાદેવને અર્પણ કરાયા બાદ તેનો મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ લેતા હોય છે. ભાંગ આયુર્વેદના રૂૂપમાં દવા તરીકે પણ કામ કરે છે. ભાંગને ઉબકા, ઉલટી, અને પીડા સહિતની બીમારીના ઉપાયમાં ઉપયોગ લઈ શકાય.ખાસ ભાંગથી કેન્સર સામે થોડા ઘણા અંશે રક્ષણ મળી શકે છે. અમુક કેન્સર કોષોના ફેલાવાને નષ્ટ કરવામાં પણ મદદ કરે છે.