મુસ્લિમ યુવતી સાથે લવમેરેજ કરનાર યુવાનના પુત્રના બારોબાર ખતના કરી નાખ્યા
રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે તુલસીપાર્કમાં રહેતા યુવાન ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી દ્વારા યુનિ. પોલીસ સ્ટેશનમાં પત્ની રૂૂકસાર તેમજ જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા સાસુ, સસરાએ ખતના કરનાર ડોકટર અથવા જમાત ખાનાના જમાતી વિરૂૂધ્ધ લેખિત ફરિયાદ કરી હતી.
યુવાને પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, તેણે રૂૂકસાર સાથે 18/01/2018 ના રોજ પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્નજીવન થકી એક સંતાન જેનું નામ કબીર(ઉ.વ 4) છે.યુવાને અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, ગત તા. 21/12/2024માં મારે મારા કામ સબબ જામનગર જવાનું થયું હતું.ત્યાં અઠવાડિયાનું કામ હોય જેથી હું ત્યાં મારા ભાઈના ઘરે રોકાઈ ગયો હતો. કામ પૂરું થઇ જતા ઘરે ગયો હતો.દરમિયાન પુત્ર કબીર મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે, મને પેશાબની જગ્યા એ દુખે છે જેથી મેં તેની પેન્ટ ખોલીને ચેક કરતા પુત્રના ગુપ્તાંગમાં પાટા બાંધેલ હોય જેથી આ બાબતે મેં મારી પત્ની રૂૂકસારને પુછેલ જેથી તેણે કહ્યું હતું કે,કે આનું ખતના કરાવ્યું છે.જેથી મેં પત્નીને કહ્યું હતું કે,લગ્ન બાદ પિતાનો જે ધર્મ હોય તે પુત્રનો હોય અને નામ પણ આનું કબીર છે જેથી મારી પત્ની રૂૂકસાર ઉશ્કેરાઈ ગયેલ અને મને જેમફાવે તેમ ભૂંડી ગાળો બોલવા લાગી હતી.
મારા પુત્રને અસહ્ય દુ:ખાવો થતો હોય જેથી મેં તેને હોસ્પિટલ લઇ જવા માટે મારા પરિવારના સભ્યોને જાણ કરેલ અને બધાને ભેગા કરવાનું નક્કી કર્યું હતું અને મારી પત્નીને પણ કહ્યું હતું કે તારા માતા-પિતાને અને બધાને બોલાવી લે પુત્ર કબીરને હોસ્પિટલે લઇ જાવો પડશે.યુવાને વધુમાં જણાવ્યું છે કે,મેં સાસુ સકીનાબેનને ફોન કરી વાત કરતા તેમણે કહ્યું હતું કે, અમારા ધર્મ મુજબ ખતના કરાવી પડે.તું ઘરે હાજર ના હોય જેથી તારી જાણ બહાર અમોએ આ કરાવેલ છે અને તને જો કોઈ આ બાબતથી તકલીફ હોય અને જો કંઇ વાંધો ઉઠાવીસ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ અને મારી ઉપર ખોટી ફરીયાદો કરવાનું કહી ફોન કાપી નાખ્યો હતો.યુવાન તેના માતા પિતાને મારા ઘરે થી રોડ સુધી લેવા જતા પત્ની રૂૂકસાર પુત્ર કબીરને તેની સાથે લઇને ઘરેથી યુવાનની જાણ બહાર ક્યાક ચાલી ગઇ હતી.
ત્યારબાદ યુવાને પત્ની અને પુત્રની શોધખોળ કરી હતી પણ તેમનો કયાંક પતો લાગ્યો ન હતો.યુવાને તેની જાણ બહાર તેના પુત્રની ખતના કરાવી નાખનાર પત્ની,જામનગરમાં રહેતા સાસુ-સસરા તેમજ ખતના કરનાર ડોકટર અથવા જમાતખાનાનો જમાતી વિરૂૂધ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ અરજી કરી હતી.