For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિવરાત્રી મેળાનું સાધુ-સંતો કહે તે મુજબ આયોજન થશે

12:01 PM Feb 14, 2024 IST | Bhumika
શિવરાત્રી મેળાનું સાધુ સંતો કહે તે મુજબ આયોજન થશે

આયોજન અંગે યોજાયેલી બેઠકમાં 38 મુદ્દાઓ તૈયાર : ધારાસભ્યએ આપેલી ખાતરી : જરૂરી વસ્તુઓ માટે ભવનાથમાં ગોડાઉન બનાવાશે

Advertisement

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્ર સાધુ સંતો અખાડાઓ ઉતારા મંડળો દ્વારા તૈયારીઓનો દોર શરૂૂ કરવામાં આવ્યો છે.પરંપરાગત યોજાતા મેળામાં ગણતરીના દિવસો પહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર ના અધ્યક્ષ સ્થાને બેઠક મળે છે અને આ બેઠકમાં મેળા ને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે પરંતુ આ વખતે સાધુ સંતોએ ધારાસભ્ય, મેયર, સહિતના સ્થાનિક આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ સામાજિક અને સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ સાથે બેઠક બોલાવી હતી આ બેઠકમાં અલગ અલગ 38 જેટલા મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. જે આગામી વહીવટી તંત્રની કલેકટરના અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં માંગ રૂૂપે મૂકવામાં આવશે જોકે બેઠક દરમિયાન સરકાર વતી ધારાસભ્ય સંજય કોરડીયા એ ખાતરી આપી હતી કે જે રીતે સાધુ સંતો કહે છે તે મુજબજ મેળાનું આયોજન કરવામાં આવશે

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ પરંપરાગત જગ વિખ્યાત ગણાતા જૂનાગઢ ભવનાથ મહા શિવરાત્રી મેળા ની તૈયારી ના ભાગરૂૂપે ભવનાથ સ્થિત વસ્ત્રાપથેશ્વર ખાતે અગ્નિ અખાડાના વરિષ્ઠ સંત મહેશગીરી બાપુ ના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ સાધુ સંતો ધારાસભ્ય, મેયર, સહિતના રાજકીય આગેવાનો સામાજિક અને સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અગાઉના મેળામાં લોકોને સાધુ સંતોને તેમજ સેવાભાવી સંસ્થાઓને અનેક મુશ્કેલીઓ પડતી હોય આ વખતે મેળાના આયોજનમાં મહત્વના સૂચનો કરવા માટે તેમજ આ સૂચનોની અમલવારી કરવવા માટે મહત્વના 38 જેટલા સૂચનો તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો ચાલુ હોય ત્યારે પ્રાથમિક જરૂૂરિયાતની વસ્તુઓ જેમાં દૂધ શાકભાજી અનાજ રાંધણ ગેસ જેવી મહત્વની ચીજ વસ્તુઓ માટે વહીવટી તંત્રની સીધી દેખરેખ નીચે ભવનાથ વિસ્તારમાં જ ગોડાઉન શરૂૂ કરવું ચકડોળ,ફજર ફાળકા,ને મંજૂરી આપવામાં ન આવે ઉપરાંત સાધુ સંતો દ્વારા આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં મહાશિવરાત્રીના દિવસે મેળાના અંતિમ ચરણમાં દિગંબર સાધુઓની રવાડી નીકળે છે.

આ રવાડી દરમિયાન સ્થાનિક કોઈપણ સાધુ સંત બગીમાં નહિ બેસે રવાડી દરમિયાન ચાલીનેજ રવાડી સાથે જોડાશે આ વાત પર ભાર મુકતા મહેશ ગીરીબાપુ એ જણાવ્યું હતું કે સાધુ સંતોમાં કોઈ સંત નાનો કે મોટો હોતો નથી દરેક સંત સમાન છે માટે સ્વેચ્છિક આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે

મેળાના સમગ્ર આયોજન માટે વખતો વખત કલેકટર દ્વારા બેઠક બોલાવવામાં આવે છે હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા આ બેઠક બોલાવવામાં આવી નથી પરંતુ ભવનાથ ખાતે આગેવાનો અને સાધુ સંતોની મળેલી બેઠકમાં મેળા ને લઈને 38 જેટલા સૂચનોની યાદી તૈયાર કરવામાં આવી છે અને આ મીટીંગ દરમિયાન આ સૂચનોની અમલવારી થાય તે માટે કલેક્ટર પાસે માંગ કરવામાં આવશે.

તેવું તમામે એક સૂરમાં જણાવ્યું હતું જ્યારે આ બેઠકમાં ઉપસ્થિત જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા જણાવ્યું હતું કે સાધુ સંતો અને આગેવાનો જે નક્કી કરશે તે મુજબ જ મેળાના આયોજન માટે સરકાર વતી તેમણે ખાતરી આપી હતી.

ધાર્મિક જગ્યાઓના પાસ બાબતે મુશ્કેલી ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું, સોનાપુર થી લઈને ગિરનાર પર્વત સુધીના તમામ વીજ પોલ પર સ્પીકર લગાડવા અને તેમાં વૈદિક મંત્રો,સ્તુતિ,આરતી,ધૂન,વગાડવી, ગિરનારમાં નઆઈ લવ ગિરનારથ લખેલો સેલ્ફી પોઈન્ટ બનાવવો, ઉતારા મંડળને લાઈટ પાણી ટોયલેટની સુવિધા આપવી જેમાં સો સાધુ વચ્ચે એક ટોયલેટની વ્યવસ્થા કરવી,ચકડોળને મંજૂરી ના આપવી અને જો આપવામાં આવે તો ફિલ્મી ગીતોની મનાઈ ફરમાવવી,ગિરનારની સીડીની લાઈટો દત્ત શિખર સુધી ચાલુ રહે તેવું આયોજન કરવુ, સફાઈ કર્મચારીઓ વધારવા અને ગિરનાર પર પણ સફાઈનું ખાસ આયોજન કરવું, આ મેળો સનાતનનો હોવાથી વીધર્મીઓને વેપાર અર્થે જગ્યા ન આપવી, સોનાપુરીથી ગિરનાર સુધી વેજ ઝોન અને નોન લીકર ઝોન જાહેર કરવો, મેળામાં ગેસની બોટલ, અનાજ, શાકભાજી, દૂધ સરકારી નિયંત્રણમાં રાખવા અને ભવનાથમાં જ વ્યવસ્થા ઉભી કરવી, મોટા આશ્રમ તેમજ ઉતારા મંડળમાં સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત આપવો,પોલીસ સ્ટેશન પાછળનો રિંગરોડ શરૂૂ કરવો, જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ પાછળનો રોડ શરૂૂ કરવો, કાયમી ટોયલેટ ટોકન ચાર્જથી શરૂૂ કરવા, ઇમર્જન્સી માટે ભવનાથ પરિક્રમા માર્ગથી ડેરવાળ ચોકડી સુધીનો રસ્તો મંજૂર કરવો, બીજા ધર્મની ઇમારતો સંકુલ સનાતન મેળા માટે ખુલી રાખવી, ધુણા માટે ાકડા,છાણા,ઈટ,લાઈટ પાણી ની વ્યવસ્થા રાખવી, ભવનાથમાં કાયમ માટે ઓવરહેડ ટેન્ક બનાવવી, દૂધેશ્વર પાસે અખાડાઓની જગ્યાના બોર્ડ મારવા, સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોને - પ્રાધાન્ય આપવું, જે ગટર લાઈન નખાઈ ગઈ છે તે શરૂૂ કરવી.

તમામ માહિતી અખાડાઓ અને ઉતારા મંડળને મળે તે માટે એક વ્હોટસએપ ગ્રુપ બનાવવું, પ્લોટ ફાળવણી વખતે સ્થાનિક સંતોને સાથે રાખવા, શિવરાત્રી સુધી દર રવિવારે સાંજે 4.30 કલાકે સંતોની મીટીંગ રાખવામાં.આવશે, સંતો દ્વારા તેમના અનુયાયી તેમજ સેવકોને સ્વચ્છતા રાખવા અપીલ કરવી, ગિરનાર ઉપર પાણીના કુંડનો સાર્વજનિક ઉપયોગ શરૂૂ કરાવવો, કાયમી દુકાનોની આગળની બાજુ પ્લોટ ફાળવવા નહીં, મેળા દરમિયાન ઈલેક્ટ્રીક બસ શરૂૂ કરવી, જૂનાગઢમાં શિવરાત્રીનું લાઈવ ટેલિકાસ્ટ માટે સ્ક્રીન મૂકવા, સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંતોથી પશરૂૂઆત કરવી, વહીવટી તંત્ર તથા મહાનગરપાલિકા દ્વારા મેળા માટે ખાસ અધિકારીઓ કે જે અનુભવી હોય તેની જ નિમણૂક કરવી, મેળાની રવાડીમાં બગી બંધ કરાવવી, ઉતારા મંડળમાં ડસ્ટબીન મૂકવા સહિતના મહાશિવરાત્રી મેળાને લઈને અનેક મહત્વના સૂચનો નોંધવામાં આવ્યા છે જે હવે આગામી કલેકટર ના અધ્યક્ષ સ્થાને મળનારી મહાશિવરાત્રી મેળાની મીટીંગ દરમિયાન આ સૂચનોની અમલવારી માટે તંત્રને સુપ્રત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement