ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માયાણીનગરમાં વીજળી મકાનની છત ચીરી સોંસરવી નીકળી ગઈ

03:58 PM Oct 16, 2024 IST | admin
Advertisement

રાજકોટમાં મોડી સાંજે હાજા ગગડાવી નાખે તેવા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

Advertisement

મંગળવારની રાત્રીના શહેરમાં ભાદરવે અષાઢી માહોલ સર્જાયો હોય તેમ ઓછા વરસાદે વીજળીના કડકા-ભડાકાથી શહેરીજનોમાં ભયનું લખુલખુ પસાર થઈ ગયું હતું. દરમિયાન રાત્રીના શહેરના માયાણી ચોકમાં ત્રાંટકેલી વીજળીથી મકાનને નહીંવત નુક્શાન થતાં અને જાનહાની ટળતા સૌએ રાહતનો દમ ખેંચ્યો હતો.

ગઈકાલે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદ દરમિયાન વીજળીના ચમકારા અને કડાકાથી શહેરીજનોને મનોમન ભયની અનુમતિ થઈ ગઈ હતી. એકદમ નજીક જ વીજળીના કડાકા દરમિયાન શહેરના માયાણી ચોક નજીક, સુરેન્દ્રનગર મેઈન રોડ, બજરંગ ચોક નજીકના બાબુભાઈ ધનજીભાઈ રાખશિયાના મકાન પર વીજળી ત્રાંટકતા રાખસિયા પરિવાર ઉપરાંત પડોશીના જીવ તાળવે ચોંટી ગયા હતાં.

પરંતુ વીજળી મકાનની છતમાં કાણુ પાડી સોંસરવી પસાર થઈ જતાં જાનહાની ટળ્યાની સૌએ રાહત અનુભવી હતી.પણ શહેરીજનોના હાજા ગગડાવી ગયેલી વીજળીના કડાકા ભડાકા વચ્ચે મનપાના ચોપડે માત્ર અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આટલા વરસાદથી પણ ઘણી જગ્યાએ શેરી, રોડ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો રાહદારીઓએ કફોડી હાલતનો સામનો કરવો પડ્યો હતો.

બીજી બાજુ કોડીનાર પંથકમાં બે જગ્યાએ વીજળી પડી હોવાના અહેવાલો મળ્યા હતાં. જેમાં મોટી ફાંફણી ગામના બાબુભાઈ વાજાના મકાન પર વીજળી પડતા ઘટના તમામ વીજળી ઉપકરણો બળી ગયા હતાં તેવીજ રીતે કડવાસણ ગામના ફાટક નજીક કડાકાભેર ત્રાંટકેલી અવકાશી વીજળીથી વીજતંત્રની વિજળી ગુલ થઈ જતાં ચારેબાજુ અંધારપટ છવાઈ ગયો હતો.ગત રાત્રીના વીજળી પડવાની રાજકોટ સહિતની ત્રણેય ઘટનામાં જાનહાની ટળતા લોકોએ રાહત અનુભવી હતી.

Tags :
building in Mayaninagargujaratgujarat newsrajkotrajkot newsroof of the electricitytorn apart
Advertisement
Next Article
Advertisement