સાંસદ અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓના સોસાયટીના રસ્તા બિસ્માર
જામનગર શહેરના પોષ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી સ્થાનિક લોકો ત્રાસદી જેવી પરિસ્થિતિ અનુભવી રહ્યા છે. જે વિસ્તારના લોકો મહાપાલિકાને સૌથી વધુ કરેવરા મનપાની તીજોરીમાં આપે છે, એવા સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં ખડખડધજ બની ગયેલા રસ્તા પરના મોટા ખાડા અકસ્માતને આમંત્રણરૂૂપ બની રહ્યા છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે, શહેર-જિલ્લાના માર્ગની સ્થિતિનું જે પણ સરકારી કચેરીમાં સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી તેવા સાંસદ પૂનમબેન માડમ પણ અહીં જ વસવાટ કરે છે, સાથે જ શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ- ઉદ્યોગપતિઓના પણ રહેઠાણ અહીં જ આવેલા છે. મનપાના તંત્રનો આ વિસ્તારના લોકોને એવો કડવો અનુભવ છે, કે અહીં સામાન્યના વરસાદના પગલે વરસાદી પાણી ઘરોમાં- બંગલાઓમાં ઘુસી જવાની સમશ્યા તો તંત્ર વર્ષોથી ઉકેલી શકતું નથી, ત્યારે હવે આ વિસ્તારના માર્ગની દુર્દશા ક્યારે નિવારવામાં આવશે તે તો સમય જ કહેશે.