મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ તૈયાર થતા ખુલ્લો મૂકાયો
મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીના રોડનું એક મહિના પહેલા કામ શરૂૂ કરવામાં આવ્યું હતું. આ કામના કારણે રોડ બંધ કરી વૈકલ્પિક રૂૂટ જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. આ રોડનું કામ પૂર્ણ થઈ જતા રોડને ખુલ્લો મુકવામાં આવ્યો છે. હવે આ વિસ્તારમાં ટ્રાફિકમાં આંશિક રાહત મળવાની છે. એક સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર 25 જૂને રોડનું કામ શરૂૂ થયુ હતું. 25 જુલાઈએ આમ રોડનું કામ પૂર્ણ થઈ ગયું પણ વરસાદ અને પાઈપલાઈનની સમસ્યાના કારણે થોડા દિવસ મોડું થયું છે. મ્યુનિસિપલ કમિશ્નર દરરોજ આ રોડના કામનું નિરીક્ષણ કરવા આવતા હતા. પહેલાં આ રોડ ઉપર પાણી ભરાતું હતું. સવારે બે કલાક અહીં અતિશય ટ્રાફિક રહે છે. હવે રોડ બનીને તૈયાર થઈ જતા રાહત મળી છે.
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કહ્યું કે આગામી તા.2એ મોરબીમાં 11 કામો શરૂૂ થશે. જેનું ખાતમુહૂર્ત શનાળામાં આવેલી પટેલ સમાજની વાડીએથી કરવામાં આવશે. આ રોડનું કામ થઈ ગયું છે હવે ચિત્રકૂટ પાસે કામ શરૂૂ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા ન થાય એટલે વારા ફરતે એક -એક રોડનું કામ શરૂૂ કરવામાં આવશે. કામ જરા પણ નબળું નહિ થાય. આગામી 1 વર્ષમાં રોડ, બગીચા સહિતના 50થી 60 કામો થશે. રવાપર કેનાલ પણ રૂૂ.45 કરોડના ખર્ચે 3 કિમિ સુધી ઢંકાઈ જશે. ઉપરોક્ત વિજય ટોકિઝ પાસે માત્ર આશરે 150 મીટર રોડ ના કટકા ને ખુલ્લો મુકવા ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા ને સ્થાનીક ભાજપ આગેવાનો. સદસ્યો એ. કરી પ્રજા મા વાહ વાહ કરવા મોટા દેખાડા કરીયા તો શહેર ના હજુ ઘણા રોડ ની હાલત ખરાબ છે તેના કામો ઝડપ થી પુરા કરવા મહેનત કરો હાલ તુટેલા રસ્તાઓ ની મરામત કરાવો એવી પ્રજા માંગ કરી રહી છે