For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છાત્રોની ટીંગાટોળી કરનાર રિક્ષા તાબડતોબ ડિટેન

04:06 PM Aug 05, 2024 IST | admin
છાત્રોની ટીંગાટોળી કરનાર રિક્ષા તાબડતોબ ડિટેન

ચાલકનું લાઈસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરતું આરટીઓ

Advertisement

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આરટીઓ દ્વારા સ્કૂલ-વાહનો પર નિયમોની કડક અમલવારી કરાવતાં તેમના દ્વારા વિરોધ કરી રાહત માગવામાં આવી હતી. હાલમાં સ્કૂલ-રિક્ષામાં 12 જેટલાં બાળકોને જોખમી રીતે ટીંગાડીને લઈ જતાં હોવાનો વીડિયો વાઇરલ થતાં નીતિ-નિયમોનો સરેઆમ ભંગ થયો હોવાનુ સામે આવ્યું હતુ. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં રાજકોટ આરટીઓએ તરત હરકતમાં આવીને કાર્યવાહી કરી હતી, જેમાં રિક્ષાને ડિટેઈન કરી ચાલકનું લાઈસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધું હતું.

આ અંગે રાજકોટ આરટીઓના ઇન્ચાર્જ અધિકારી કે. એમ. ખપેડ જણાવ્યુ હતુ કે, શનિવારેસવારે સોશિયલ મીડિયા પર એક સ્કૂલ-રિક્ષા (ૠઉં03ઈ ઝ5152)માં બાળકોને ખીચોખીચ ભરી તેમના જીવનને જોખમરૂૂપ રિક્ષાની બહાર ટીંગાડીને લઈ જતી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો, જેના પગલે આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ રિક્ષાચાલક દેવાભાઈ ભરવાડને દબોચી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરટીઓ દ્વારા તેની રિક્ષા ડિટેઈન કરી તેના પર દંડનીય કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કોર્ટમાં મોકલી આપવામાં આવી હતી. એટલું જ નહીં, સ્થાનિક કક્ષાએ વાહનચાલકનું લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે. ત્યાર બાદ ગાંધીનગરથી મળતા લાઇસન્સ અંગે પણ ઉપર કક્ષાએ રદની કામગીરી કરવા અંગે જાણ કરવામાં આવી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સ્કૂલ-વાન અને રિક્ષાચાલકો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા હતા, જેને પગલે રિક્ષાચાલકો સહિતમાં રોષ ફેલાયો હતો, જોકે હવે સ્કૂલની વિદ્યાર્થિનીઓ સહિતનાને રિક્ષામાં જોખમી રીતે બેસાડીને લઇ જવામાં આવતા હોવાના વીડિયોએ વાલીઓની ચિંતા જગાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement