રાજ્યમાં 100 ગુનાને અંજામ આપનાર રાજકોટની રીક્ષા ગેંગ ઝડપાઇ
- ત્રિપુટી મુસાફરોને બેસાડી રોકડ-દાગીના સેરવી લેતી, રૂા.5.18 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
- જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને મહેસાણા સહિતના જિલ્લામાં ચોરીની કબુલાત
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી વિગતો અનુસાર શહેરના રેલવે સ્ટેશન બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાંથી મુસાફરોને રિથામાં બેઝાડી તેમના કિંમતી સામાનની તસ્કરી કરતી ટોળકીના ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગણતરીના દિવસો પહેલા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોનો કીમતી સામાન ચોરી થયાની ધડાધડ ફરિયાદો નોંધાઈ હતી આ ફરિયાદોની ગંભીર નોંધ લઇ ક્રાઈમ બ્રાંચ ની ટીમ દ્વારા રીક્ષા ચાલક આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ત્યારે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો,અને નેત્રમ શાખાની મદદથી રીક્ષા ચાલક બની મુસાફરો ને રીક્ષામાં બેસાડી તસ્કરી કરતી ત્રિપુટી ને ઝડપી પાડવામાં આવી છે.
રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતા દીપક ઉર્ફે ઋત્વિક સોલંકી, રવિ સોલંકી (રહે.કુબલીયાપરા), અને સાગર ઉર્ફે બાડો અબસાણીયાને જુનાગઢ જોશીપરાના ગરનાળા પાસેથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા પકડાયેલ આરોપી પાસેથી બે ઓટો રીક્ષા કિં રૂૂ 2,10,000,રોકડ રૂૂપિયા 38,500. મોબાઈલ ફોન 02,જેની કિંમત 20,000 મળી કુલ.5,18,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પકડાયેલ ટોળકી દ્વારા જૂનાગઢ, રાજકોટ,અમદાવાદ,ગાંધીનગર, આણંદ,મહેસાણા,સહિતના રાજ્યના અલગ અલગ વિસ્તારમાં 100 જેટલી ચોરી કર્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું ઝડપાયેલ ત્રણે આરોપીઓ રોજની એક ચોરીને અંજામ આપતા હતા પકડાયેલ ત્રણ આરોપીઓ માંથી એક આરોપી રીક્ષા ડ્રાઇવિંગ કરતો અને અન્ય બે રિક્ષામાં પેસેન્જર બનીને બેસતા હતા ત્યારે રિક્ષાની રાહ જોયેલા પેસેન્જરને રિક્ષામાં બેસાડી રિક્ષામાં ધક્કા મૂકી કરી તેની કીમતી વસ્તુની તસ્કરી કરી લેતા હતા..જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી ધાંધલ્યાએ જણાવ્યું હતુ કે, જૂનાગઢ જિલ્લા તથા શહેરી વિસ્તારમાં ચોરી તેમજ ઘરફોડના ગુન્હાઓને લઈ ક્રાઈમ બ્રાન્ચ તેમજ પેરોલ ફ્લો સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન શહેરનાં બી ડિવિઝનમાં રિક્ષામાંથી પેસેન્જરની કિંમતી વસ્તુઓ ચોરી થયાના ત્રણ ગુનાઓ બન્યા હતા. જે ગુનાઓને ઉકેલવા અને આરોપીઓને પકડવા માટે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો ને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની બાતમીના આધારે શંકાસ્પદ બે રીક્ષાઓની હીલચાલ વિશે વિગતો મળી હતી અને આ લોકો ચોરીને અંજામ આપવાની ફિરાકમાં હોય તેવી ચોક્કસ બાતમીના આધારે જોશીપરાના ગરનાળા પાસેથી ત્રણ ઈસમોને રીક્ષા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલ ત્રણે ઈસ્મોની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી જેમાં પકડાયેલ દિપક ઉર્ફે ઋત્વિક સોલંકી, રવિ સોલંકી, સાગર ઉર્ફે બાડો અપસાણીયા ને 05,18,500.ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણે પકડાયેલ ઇસમો ભીડ ભાડ વાળા વિસ્તાર પસંદ કરી પોતાની માયાજાળ ફેલાવતા ટોળકી માનો એક વ્યક્તિ રિક્ષાચાલક બની તેના અન્ય બે સાગરીતોને તે જ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડાતા અને ટાર્ગેટ કરેલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેની પાસેની મોબાઇલ,રોકડ, રકમ, દાગીના, સહિતની કિંમતી ચીજ વસ્તુઓ ચોરી કરી લેતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આચરેલ ત્રણે તોરીયો સહિત અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો.