કોર્પોરેશનની 128 કલાર્કની જગ્યાઓ માટે લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર
50 હજાર ઉમેદવારે પરીક્ષા આપેલ, કેટેગરી મુજબ ડોકયુમેન્ટ ચકાસણી માટે હવે બોલાવાશે
મહાનગરપાલિકામા સંવર્ગની અલગ અલગ કેટેગરી મુજબ 128 કલાર્કની ભરતી માટેની પરીક્ષા થોડા સમય પહેલા લેવામા આવેલ જેનુ પરીણામ આજે જાહેર કરવામા આવ્યુ છે.
મનપાનાં મહેકમ વિભાગમાથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ગત માસે કલાર્કની ભરતી માટે ઉમેદવારોની પરીક્ષા લેવામા આવેલ જેનુ પરીણામ આજ રોજ જાહેર કરવામા આવ્યુ છે.મનપાનાં અલગ અલગ વિભાગમા લાંબા સમયથી કલાર્કની ઘટ હતી જેની પુર્તી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામા આવેલ અને ત્યાર બાદ ગત માસે લેખીત પરીક્ષા યોજવામા આવેલ અરજી કરેલ પ0000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનુ પરીણામ આજ રોજ જાહેર કરવામા આવ્યુ છે.
મનપાનાં કલાર્કની 128 જગ્યા માટે ઉમેદવારોએ પરીક્ષા આપેલ જેનુ પરીણામ જાહેર થતા હવે કેટેગરી વાઇઝ ઉમેદવારોને ડોકયુમેન્સ ચકાસણી માટે બોલાવવામા આવશે તે મહેકમ વિભાગે જણાવ્યુ હતુ.