રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોસાયટીમાં બેફામ ટ્રાન્સફર ફીના ઉઘરાણા પર આવશે લગામ

04:19 PM Mar 30, 2024 IST | Bhumika
Advertisement

કોઈ પણ મકાનની ડીલ થાય ત્યારે સોસાયટી દ્વારા કેટલી ટ્રાન્સફર ફી ઉઘરાવવી એ એક વિવાદનો વિષય છે. ગુજરાત સરકાર આ મામલે એક નવો ખરડો લાવી છે જેને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. તેના કારણે બેફામ વસુલ કરવામાં આવતી ટ્રાન્સફર ફીમાંથી રાહત મળવાની શક્યતા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુવારે ગુજરાત કોઓપરેટિવ સોસાયટી (સુધારણા) ખરડાને મંજૂરી આપી દીધી છે. વિધાનસભાના બજેટ સત્રમાં આ ખરડો લાવવામાં આવ્યો હતો. હવે સરકાર આ ખરડા મુજબ નવા નિયમન તૈયાર કરશે. લોકસભાની ચૂંટણી પછી તે કાયદાના સ્વરૂૂપમાં અમલમાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોએ કહ્યું કે કોઓપરેટિવ સોસાયટીમાં મકાનનું વેચાણ થાય ત્યારે વધુમાં વધુ 50,000 રૂૂપિયા ટ્રાન્સફર ફી નક્કી થાય તેવી શક્યતા છે. સરકાર સોસાયટીઓ દ્વારા લેવામાં આવતા ડેવલપમેન્ટ ચાર્જિસને ક્ધટ્રોલ કરશે, અથવા ડેવલપમેન્ટ ચાર્જ વસુલવાની આખી સિસ્ટમ જ બંધ કરી નાખે તેવી શક્યતા છે. ગયા મહિને વિધાનસભામાં ગુજરાત કોઓપરેટિવ સોસાયટી (સુધારણા) ખરડો રજુ થયો હતો. તેની પાછળનો ઈરાદો કોઓપરેટિવ સોસાયટીઓનું મેનેજમેન્ટ વધુ સારી રીતે થાય તે જોવાનો છે. તમામ સભ્યોના હિત જળવાઈ રહે તે માટે આ કાયદો ઘડવામાં આવશે તેમ સરકારે કહ્યું હતું. હાઉસિંગ સોસાયટીમાં કોઈ વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ પાસેથી મકાન ખરીદે ત્યારે તેણે ટ્રાન્સફર ફી આપવી પડતી હોય છે. આ ટ્રાન્સફર ફી કેટલી હોવી જોઈએ તેના પર ઘણા વિવાદ થયા છે. ઘણી સોસાયટીઓ અત્યંત ઉંચી ટ્રાન્સફર ફી રાખતી હોય છે જેના કારણે સોદા મુશ્કેલ બની જાય છે. સરકારે 1951ના કો-ઓપરેટિવ સોસાયટી એક્ટમાં એક નવી શરત ઉમેરી છે. તે મુજબ હાઉસિંગ સોસાયટીઓ નક્કી કરવામાં આવેલી રકમ કરતા વધારે ટ્રાન્સફર ફી નહીં વસુલી શકે.

Advertisement

આ ખરડો વિધાનસભામાં રજુ કરતી વખતે રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે હાલના ધારામાં નવા મકાનમાલિક પાસેથી કેટલી ટ્રાન્સફર ફી વસુલવી તેના વિશે કોઈ જોગવાઈ નથી. આ એક્ટ હેઠળ દર વર્ષે 1500 નવી હાઉસિંગ સોસાયટીઓ રજિસ્ટર થાય છે. ફી વિશે કોઈ જોગવાઈ ન હોવાના કારણે સોસાયટીઓ પોતાની મરજી પ્રમાણે ટ્રાન્સફર ફી વસુલતી હતી. કેટલીક વખત આ ટ્રાન્સફર ફી લાખો રૂૂપિયામાં હોય છે અને સોસાયટીઓ નવા મકાનમાલિકને આટલી મોટી રકમ ચૂકવવાની ફરજ પાડે છે. નવા સુધારા પછી સોસાયટીના ચેરમેન કે સેક્રેટરી પોતાને મન ફાવે તે રીતે ટ્રાન્સફર ફી નહીં ઉઘરાવી શકે. આ ઉપરાત કોઓપરેટિવ હાઉસિંગ રજિસ્ટર કરવા માટે હવેથી 10ના બદલે માત્ર 8 મેમ્બરની જરૂૂર પડશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstransfer fee
Advertisement
Next Article
Advertisement