દ્વારકાધીશ મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તાને વેરી ગુડ રેટિંગ અપાયું
થોડા સમય પૂર્વે પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવત્તા વિવાદ બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં પણ ભાવિકોમાં વિતરણ કરાતા પ્રસાદની ગુણવત્તા અંગે મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા જામનગર ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન ટીમ દ્વારા જગતમંદિરમાં બનતા પ્રસાદની ચકાસણી હેતુ પ્રસાદીમાં વપરાતો લોટ, ઘી, મેંદો સહિતની વસ્તુઓના સેમ્પલ લેવાયેલ જેની ઉચ્ચ સ્તરે ચકાસણી બાદ કેન્દ્ર સરકારની ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા પ્રસાદની ગુણવત્તા અંગે વેરી ગુડ રેટીંગ આપવામાં આવેલ છે.
આ અંગે દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર જી.ટી.પંડયાએ જણાવેલ કે તેમના અત્યાર સુધીમાં થયેલ અનુભવમાં જગતમંદિરમાં વપરાતી ચીજવસ્તુઓ ગુણવત્તાસભર જણાઈ છે અને વેરી ગુડ રેટીંગ મળ્યુ હોય આ પ્રસાદની ગુણવત્તાની સતત જાણવણી કરવામાં આવશે અને યાત્રાળુઓને શુદ્ધ પ્રસાદીનું જ વિતરણ કરવામાં આવશે.