For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વ્યાસપીઠ હંમેશા વિશ્ર્વ શાંતિ, પ્રગતિ અને સુખ માટે સંયુક્ત રાષ્ટ્ર સાથે રહેશે: મોરારિબાપુ

04:47 PM Aug 06, 2024 IST | Bhumika
વ્યાસપીઠ હંમેશા વિશ્ર્વ શાંતિ  પ્રગતિ અને સુખ માટે સંયુક્ત રાષ્ટ્ર સાથે રહેશે  મોરારિબાપુ
Advertisement

મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રવચન સમાપ્ત કર્યાં બાદ તેઓ યુએનની જનરલ એસેમ્બલી ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો. હિંદુ વૈદિક સનાતન ધર્મના માર્ગદર્શક સિદ્ધાંત વસુધૈવ કુટુમ્બકમને તેમના પ્રવચનનું નામ આપ્યું હતું, જ્યારબાદ તેમણે જય સિયા રામનું પવિત્ર અભિવાદન કર્યું હતું. વસુધૈવ કુટુમ્બકમ એક સંસ્કૃત વાક્ય છે, જે હિંદુ પવિત્ર ગ્રંથ મહા ઉપનિષદમાં જોવા મળે છે અને તેનો અર્થ વિશ્વ એક પરિવાર છે.

મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં નવ-દિવસીય આધ્યાત્મિક અને અને ઐતિહાસિક રામકથાનું આયોજન કર્યું હતું, જે કોઇપણ આધ્યાત્મિક ગુરૂૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. આ આયોજન 27 જુલાઇથી 4 ઓગસ્ટ, 2024 દરમિયાન કરાયું હતું. આ સપ્તાહ દરમિયાન બાપૂએ સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ અમીના જે. મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી, જેમણે કહ્યું કે, અગાઉ તમે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની પરિક્રમા કરી હતી અને હવે તમે મુખ્યાલયના કેન્દ્રમાં છો. તેમણે કહ્યું કે આ આયોજને 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને સાકાર કરવાના પ્રયાસોને બળ આપ્યું છે. મોરારી બાપૂએ તેમને કહ્યું હતું કે, તેમની વ્યાસપીઠ હંમેશા વિશ્વ શાંતિ, વિશ્વ પ્રગતિ અને વિશ્વ સુખ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાર્યક્રમની સાથે રહેશે.

Advertisement

આ પહેલાં 30 જુલાઈના રોજ ઘણા મહાનુભાવોએ પ્રવચનમાં હાજરી આપી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય બાબતોના કમીશનર એડવર્ડ મર્મેલસ્ટીન, એનવાયસી મેયર ઓફિસના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમીશનર દિલિપ ચૌહાણ તથા ડેપ્યુટી કમિશનર અને ચીફ ઓફ સ્ટાફ આઈસાટા કામરા સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. એનવાયસી મેયર ઓફિસે પણ મોરારી બાપુની વ્યાસપીઠને સર્વોચ્ચ સન્માન આપ્યું.ન્યુ યોર્કમાં કાઉન્સલ જનરલ ઓફ ઇન્ડિયા બિનાયા શ્રીકાંત પ્રધાન અને યુએન ખાતે પર્મેનન્ટ મીશન ઓફ ઇન્ડિયા ખાતે કાઉન્સેલર અને હેડ ઓફ ચારન્સી સુરેન્દ્ર કે. અધાના પણ અતિથિ હતાં. કથાના સમાપનના દિવસે મોરારી બાપુએ રામ રાજ્ય અથવા આદર્શ રાજા પ્રભુ રામના શાસનની વિશેષતાઓ અને તે પણ કેવી રીતે સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતો સાથે મેળ ખાતી જીવન સંહિતાનું ઉદાહરણ આપ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement