રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રહલાદ પ્લોટના પ્રૌઢે બેકારીથી કંટાળી કર્યો આપઘાત

04:22 PM Oct 07, 2024 IST | admin
Advertisement

શાપર-વેરાવળમાં યુવાને એસિડ પી લેતા તબિયત લથડી

Advertisement

શહેરમાં પ્રહલાદ પ્લોટમાં રહેતા પ્રોઢે બેકારીથી કંટાળી બહુમાળી ભવન પાસે બગીચામાં ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પ્રહલાદ પ્લોટમાં રહેતા મુકેશભાઈ મનુભાઈ સોની નામના 46 વર્ષના પ્રૌઢ બપોરના બારેક વાગ્યાના અરસામાં બહુમાળી ભવન સામે બગીચામાં હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં મુકેશભાઈ સોનીને કામ ધંધો નહીં મળતા બેકારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શાપર વેરાવળમાં આવેલા શાંતિધામમાં રહેતા સંજય ગોરધનભાઈ જીજુવાડીયા નામનો 30 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં થોરાળામાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsprotagonist of Prahlad plot committed suiciderajkotrajkot newsUnemployment
Advertisement
Next Article
Advertisement