ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો
અમદાવાદનાં બોપલમાં થોડા દિવસ પહેલા જ MICAનાં વિદ્યાર્થીના મોતની ઘટન બની હતી. ગાડી ધીમી ચલાવવા બાબતે થયેલ બોલાચાલીમાં MICAનાં વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કર્યાના 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યારો પોલીસ કોન્સ્ટેબલ હોવાની સમાઈ આવ્યું છે.ક્રાઈમ બ્રાંચે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે.
આ ઘટના અંગે મળતી માહિત અનુસાર, સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા નામનો પોલીસકર્મી હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બાંચે વિરેન્દ્રસિંહ પઢેરિયાને ઝડપી પાડ્યો છે. પોલીસકર્મીએ દારૂના નશામાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ હત્યા થઇ હતી તેની આસપાસ એક કિલોમીટરમાં કોઇપણ સીસીટીવી ન હતા. પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી. ત્યારબાદ વિરેન્દ્રસિંહ પઢેરિયા તેની કાર અવાવરૂ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો. પરંતુ પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ખુલ્યો હતો.