નટેશ્ર્વર મહાદેવની શોભાયાત્રામાં મેઘરાજાના અમીછાંટણા
હજારો ભાવિકોએ વરસતા વરસાદે શોભા યાત્રા અને ધર્મસભાનો લહાવો લીધો
ડી.જેના તાલે ભગવાન ભોળાનાથના ભકતજનોએ ભજનોની રમઝટ બોલાવી
રાસમંડળીએ જગાવ્યું આકર્ષણ, ઠેર-ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત
મહાદેવના કામ મહાદેવ ઉકેલે આ યથાર્થ રૂૂપમાં સાચી ઠરી છે. શોભાયાત્રાના દિવસે એકબાજુ વરુણદેવએ પ્રકોપ વરસાવી રહ્યો હતો ત્યારે શોભાયાત્રા શરૂૂઆત થાય તે પહેલા જ વરુણદેવ એ ધરતી ઉપર જોરદાર અમીછાંટના કરીને ધરતી ઉપર ઠંડક કરી રાજકોટના ઐતિહાસિક રાજમાર્ગોને પવિત્ર કરી દીધા નટેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ લેનાર મનોજ મારું અને સુરુભા જાડેજાના દેખરેખ હેઠળ નટેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને સુંદર શીખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. નટેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવજીના પુન: પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે શનિવારે સાંજે શોભાયાત્રા શેઠ હાઇસ્કુલથી પ્રસ્થાન થઈ ત્યારે હર હર મહાદેવના નાદ સાથે સોરઠીયાવાડી સર્કલ, પવનપુત્ર હનુમાન ચોક થઈ 80 ફુટ રોડ ઉપર થઇને ભક્તિનગર સર્કલ થઈ મંદિર સુધીની આ શોભાયાત્રામાં ઉઉંના તાલે ભાઈઓ, બહેનોએ ભોળા ભક્તના ભજનોની રમઝટ બોલાવી હતી. સાથે ભાઈઓની રાસ મંડળી એ રાસ લીધા હતા. શોભાયાત્રા અને રાસમંડળીઓનું ઠેર ઠેર ફૂલોનો વરસાદ કરી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
નટેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવજીના પુન: પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભવ્ય ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં સંત સમુદાય સર્વ શ્રી હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ તથા સંયોજક પરમ સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજી, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મ તીર્થ સ્વામી, ગુરુકુલ સ્વામિનારાયણ મંદિરના દેવકૃષ્ણ સ્વામી, મુખ્ય સ્વામિનારાયણ મંદિર રાજકોટના રાધા રમણ સ્વામી, જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી પંચના અખાડા (મુજકુંદ ગુફા) જૂનાગઢના મહેન્દ્ર નંદગીરીજી મહારાજ, કુવાડવાના યતિ બ્રહ્મ દેવજી મહામંડલેશ્વર, ધોરાજીના શ્રદ્ધાનંદ ગીરીજી મહારાજ, બાલાજી મંદિર રાજકોટના વિવેક સાગર સ્વામી, આત્મીય કોલેજ રાજકોટના ત્યાગવલ્લભ સ્વામી તેમજ રાજકોટના પ્રથમ નાગરિક મેયર નયનાબેન વિનોદભાઈ પેઢડીયા, સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઈ ટીલાળા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાજપના સૌરાષ્ટ્ર વિભાગના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના નરેન્દ્ર ભાઈ દવ, કોર્પોરેટર સર્વ મનીષભાઈ રાડીયા, નિલેશભાઈ જલુ, વર્ષાબેન રાણપરા, જોશીબેન, કિશનભાઈ ટીલવા, બોલબાલા ટ્રસ્ટના સ્થાપક જયેશભાઇ ઉપાધ્યાય, ગૌતમભાઈ ગૌસ્વામી, ચમત્કારીક હનુમાનજી મંદિરના ટ્રસ્ટી સર્વ ગિરિરાજસિંહજી રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ભગત, જીતુભાઇ મહેતા સહિત સૌરાષ્ટ્રના રાજકીય સામાજિક અગ્રણીઓ, સાધુ સંતો મહંતો ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા હતા.
નટેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવજીના પુન: પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે શેઠ હાઇસ્કુલ ખાતે તા. 6 ને શુક્રવારે સવારથી જ મહાયજ્ઞ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ સૌરાષ્ટ્રના સુવિખ્યાત આચાર્ય શાસ્ત્રી હર્ષદભાઈ જે. જોશી તથા ઉપાચાર્ય કિરીટભાઈ ભટ્ટ દ્વારા ધામધૂમ પૂર્વક ત્રણ દિવસ સુધી વૈદિક મંત્રોચ્ચાર કરી ને મહાદેવજીને આહવાન કરી રહ્યા છે. આ અવસરે ભવ્ય અને દિવ્ય મહાયજ્ઞના દર્શનનો હજારો ભાવિક ભક્તોએ લહાવો લઈ ધન્યતા અનુભવી રહયા છે.
શ્રી નટેશ્વરધામની શોભાયાત્રાને સફળ બનાવવા સમિતિના કમિટી મેમ્બર્સ સર્વ વીરભદ્રસિંહ જાડેજા, દિવ્યેશભાઈ અગ્રાવત, ચેતનભાઇ સોલંકી, સંદીપભાઈ પટેલ, સાગરભાઇ રાઠોડ, રવિભાઈ રાઠોડ, ગોવિંદપરી ગોસ્વામી, દિનેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ધોરેચા, દિપકભાઈ રાઠોડ, હર્ષિતભાઈ રાઠોડ, પ્રવીણભાઈ પેન્ટર, સુરેશભાઈ ડોડીયા, રવિરાજસિંહ જાડેજા, રતિલાલભાઈ મહેતા, દિલીપભાઈ જોશી, ધનરાજસિંહ જાડેજા, રશ્મિનભાઈ કાચા, રાજુભાઈ કાચા, ઘનશ્યામસિંહ ચૌહાણ, એડવોકેટ અંકિત ભાઈ ભટ્ટ, વિકીભાઈ, જીગાભાઈ, રણજીતસિંહ સરવૈયા, હિતેન્દ્રભાઈ સાપરિયા, દેવેન્દ્રભાઈ જાજલ, નિલયભાઈ તાલપરા ભરતસિંહ જાડેજા; હિમાંશુભાઈ અનંત; નટવરસિંહ સરવૈયા; મિલનભાઈ સોલંકી; જયરાજસિંહ જાડેજા; દિલીપભાઈ સોલંકી, કૌશિકભાઈ ટાંક, જીજ્ઞેશભાઈ, નટેશ્વર મહાદેવ મંદિરના મીડિયા કો-ઓર્ડીનેટર અરૂૂણભાઈ નિર્મળ, નટેશ્વર મહાદેવ મંદિર ના મીડિયા કો-ઓર્ડીનેટર રાજુભાઇ જુન્જા, સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી હતી.
એક બીજાના વિરોધીઓને પણ સાથે રાખી શિવે સૌનું કલ્યાણ કર્યુ: શ્રદ્ધાનંદજી
આ ધર્મસભામાં શ્રદ્ધાનંદજી મહારાજએ કહ્યું કે શિવ સૌનો છે. શિવ બધાને સાથે રાખીને ચાલનારો છે તેમ કહેતા કહ્યું કે શિવ પાસે સર્પ, કાચબો, નંદી, આ રીતે ઘણા લોકો એકબીજાના વિરોધીઓ છે પણ શિવાએ બધાને સાથે રાખી બ્રહ્માંડમાં વસતા તમામ જીવોનું કર્યું છે. એટલે જ કહેવાય છે શિવ સૌ નું કલ્યાણ કરે છે.
ભોળો ભગવાન આશુતોષ છે, જે માંગો તે તરત આપે: પરમાત્માનંદજી
ધર્મસભામાં પરમાત્માનંદજી સ્વામી એ આશીર્વચન આપતા કહ્યું કે ભોળો ભગવાન આશુતોષ છે જે માંગો તરત આપે છે. માણસની મતિ બગડે એટલે સર્વસ્વ ગુમાવે છે. ભોળેનાથ કશું ન માંગતા તેની પાસે મતિ માંગવી આજ માણસ પાસે બધું છે પણ મતી નથી રહી. વૈરાગ્ય પ્રાપ્ત કરવું હોય તો ભોળા પાસેથી મળી જાય, ભક્તોને શીખ આપતા કહ્યું કે આપણી સંસ્કૃતિ ને ધર્મ જાળવીએ, સમાજ ઉત્થન ના કાર્ય કરવાથી ધર્મનો પ્રચાર થશે અને સનાતન ધર્મ બચશે.
દાદામાં કોઇ પ્રોટોકોલ જ નહીં, ગમે ત્યારે ભોળાને ભજી શકાય: પરસોતમ રૂપાલા
આ પ્રસંગે સાંસદ પુરૂૂષોત્તમભાઈ રૂૂપાલા એ તેમની તળપદી ભાષામાં કહ્યું કે આ દેશ ઋષિઓને દેશ છે, સંતો મહનતોની પાવન ભૂમિ છે. આપણા ભોળા ભગવાનને એક લોટો જલ ચડાવો એટલે ભક્ત ઉપર રિઝી જાય છે. દાદા મા કોઈ પ્રોટોકલ જ નહીં, ગમે ત્યારે ભોળા ને ભજવી શકાય છે. આ તકે તેઓએ એક સરસ વાત કરી આપણાં મંદિર પરિષરમા કે આસપાસમાં ગંદકી ન કરવી, ઘોંઘાટ ન કરવો સ્વચ્છતા છે ત્યાં જ ભગવાન ભોળાનાથ છે.