યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સ્ટેટ રેટિંગ આપવાની પ્રક્રિયા હવે ભૂતકાળ બની જશે
રાજયની યુનિવર્સિટી અને કોલેજો રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરે તે માટે વર્ષ 2017-18માં ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક શરૂૂ કરવામાં આવ્યું છે. હવે અચાનક સ્ટેટ રેટિંગ પ્રક્રિયા બંધ કરવા માટે દરખાસ્ત કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવે તો સ્ટેટ રેટિંગ પ્રક્રિયા ભૂતકાળ બની જશે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોનું મુલ્યાંકન કરીને તેને નેશનલ રેકીંગ એટલે કે નંબર આપવામાં આવે છે. રાજયની મોટાભાગની યુનિવર્સિટીઓ અને કોલેજો નેશનલ રેટિંગ કે રેકીંગમાં ભાગ લેતી નહોતી. કારણ કે નેશનલ રેટિંગમાં કેવી રીતે ભાગે લેવો અને ભાગ લેવા માટે કેવા પ્રકારની વ્યવસ્થા કે સુવિધાઓ જરૂૂરી છે તે અંગે સ્થાનિક કોલેજો અને યુનિવર્સિટીઓ અજાણ હોવાથી ભારે મુશ્કેલી ઉભી થતી હતી.
વર્ષ 2017-18માં નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત(ઊંઈૠ) દ્વારા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીટયુશન રેટિંગ ફ્રેમવર્ક-GSIRFની રચના કરીને તેના નેજા હેઠળ દરેક કોલેજો અને યુનિવર્સિટીનું મુલ્યાંકન કરવાનું શરૂૂ કરવામાં આવ્યું હતુ. સૂત્રો કહે છે કે, સ્ટેટ રેટિંગમાં દરેક કોલેજો અને યુનિવર્સિટીઓએ નેશનલ લેવલે કેવી રીતે રેકીંગમાં સ્થાન મેળવવું અને કયા પ્રકારના ડેટા રજૂ કરવા તે સહિતની તમામ પ્રકારની માહિતી અને જાણકારી આપવામાં આવતી હતી. કોલેજો અને યુનિવર્સિટીઓ નેશનલ રેટિંગમાં ભાગ લે તે પહેલા સ્ટેટ લેવલના રેટિંગમાં ભાગ લઇને પ્રેક્ટિસ કરે તેવા ઉદ્દેશ્ય સાથે આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. વર્ષ 2023-24 સુધી દરેક કોલેજો અને યુનિવર્સિટીઓને સ્ટેટ લેવલનું રેટિંગ જાહેર પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રક્રિયામાં કોલેજો પાસેથી માત્ર 5 હજાર રૂૂપિયા અને યુનિવર્સિટીઓ પાસેથી 10 હજાર જયારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પાસેથી 50 હજાર રૂૂપિયા લેવામાં આવતાં હતા. શરૂૂઆતમાં કેસીજીના માધ્યમથી રેટિંગની પ્રક્રિયા કરવામાં આવતી હતી. ત્યારબાદ એક ખાનગી એજન્સીને આ કામગીરી સોંપી દેવામાં આવી હતી.
હવે આગામી દિવસોમાં સ્ટેટ રેટિંગ પ્રક્રિયા જ બંધ કરી દેવાની દરખાસ્ત સરકારમાં મોકલી લેવામા આવી છે. આ માટે એવા કારણો રજૂ કરવામાં આવ્યા છે કે નેશનલ લેવલની રેટિંગ પ્રક્રિયા ઉપલબ્ધ હોવાથી હવે સ્ટેટ રેટિંગ પ્રક્રિયાની કોઇ જરૂૂર નથી. આગામી દિવસોમાં સરકાર દ્વારા મંજુરી આપવામાં આવે તો છેલ્લા સાત-આઠ વર્ષથી ચાલતી પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત સ્ટેટ રેટિંગમાં નંબર વનની સ્પર્ધા પણ આપોઆપ બંધ થઇ જશે.