For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેટ દ્વારકાના નવનિર્મિત સિગ્નેચર બ્રિજને રવિવારે વડાપ્રધાન ખુલ્લો મુકશે

12:12 PM Feb 21, 2024 IST | Bhumika
બેટ દ્વારકાના નવનિર્મિત સિગ્નેચર બ્રિજને રવિવારે વડાપ્રધાન ખુલ્લો મુકશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું રવિવાર તા. 25 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરશે. અંદાજીત રૂૂ. 978.93 કરોડના ખર્ચે આ વિશીષ્ટ કેબલ સ્ટેઈડ બ્રિજનું નિર્માણ થયુ છે.
આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે. ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રીજ છે. આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકોએ અવરજવર કરવી પડતી હતી તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે. બોટમાં મુસાફરી માટે 30 થી 40 મિનિટ જેટલો સમય લાગતો હતો, તે હવે ઘણો જ ઓછો થઈ જશે.

Advertisement

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, રાહદારીઓ માટે વ્યુઈંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી શ્રીમદ્દ ભાગવત ગીતાજીનાં શ્ર્લોકો દર્શાવવામાં આવ્યા છે. જે આકર્ષણ કેન્દ્ર વધારશે.
બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર 2012 મીટરના ચાર મોરપંખ આકારવામાં આવ્યા છે. આ બ્રિજની બંને તરફની ફુટપાથ પર 1 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરવા માટે સોલાર પેનલ લગાવવામાં આવી છે. બ્રીજ પર 12 જેટલા લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે. આ બ્રિજથી દ્વારકા, ઓખા અને બેટ-દ્વારકામાં રહેતા લોકોને રોજગારીની નવી તકો મળશે તેમજ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનાર્થે આવતા પ્રવાસીઓને બ્રિજની સગવડતા મળવાથી સરળતાથી દર્શનનો લાભ મળશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement