For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોડીનાર તાલુકાના દેવળી ગ્રામ પંચાયત દ્વારા 44 દબાણકારોનું દબાણ દૂર કરાયું

11:33 AM Mar 25, 2025 IST | Bhumika
કોડીનાર તાલુકાના દેવળી ગ્રામ પંચાયત દ્વારા 44 દબાણકારોનું દબાણ દૂર કરાયું

Advertisement

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં કોડિનાર તાલુકાના ગીર દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આજરોજ 44 દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવેલી આશરે 2,30,000 ચો.મી. ગૌચર જમીન કિંમત અંદાજીત રૂૂ. 3 કરોડ 45 લાખની જમીન આજ રોજ ખુલ્લી કરવામાં આવી હતી.

હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા બે જેસીબી રાખીને ગૌચર જમીન પરના તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. આજ રીતે ખેરાળીથી છાપરી ગામને જોડતા સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની રજૂઆત અન્વયે હસનાવદર , ખેરાલી ગામના ખેડૂતો દ્વારા સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર વેરાવળ ગ્રામ્યની ટીમ દ્વારા તારીખ 18/03/2025 થી 23/03/2025 ના રોજ દિન-6 માં રસ્તો અંદાજિત લંબાઈ આશરે 2 કિ.મી. તથા અંદાજિત 14 થી 16ફૂટ જુદી જુદી જગ્યાએ પહોળાઈ ધરાવતા રસ્તા પર જેસીબી મશીન વડે રસ્તા પરના દબાણ સર્વે ખાતેદારોની સંમતિથી હટાવી રસ્તો ખૂલ્લો કરવામાં આવ્યો છે. જેની બજાર કિંમત આશરે 15 લાખ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement