For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભૂકંપના કંપન સાથે જ બુલેટ ટ્રેનનો પાવર કટ થઈ જશે

06:09 PM Feb 01, 2024 IST | Bhumika
ભૂકંપના કંપન સાથે જ બુલેટ ટ્રેનનો પાવર કટ થઈ જશે

300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી બુલેટ ટ્રેન ભૂકંપ વખતે પણ સુરક્ષિત રહે તે માટે જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. બુલેટ ટ્રેનના રૂૂટ પર સિસ્મોમીટર લગાવવામાં આવશે જેના થકી ભૂકંપના પ્રથમ કંપની વખતે જ બુલેટ ટ્રેનનું પરિચાલન ઓટોમેટિક બંધ થઇ જશે.જાપાની શિંકનસેન ટેકનોલોજી પર આધારિત ભૂકંપ શોધ પ્રણાલી સિસ્ટમ ભૂકંપના પ્રાથમિક તરંગો-આંચકાઓને શોધી કાઢશે અને સિસ્મોમીટર તુરંત બુલેટ ટ્રેનના પાવર સપ્લાય હાઉસને સિગ્નલ મોકલશે તે સાથે જ ઓટોમેટિક પાવર શટડાઉન પ્રક્રિયા શરૂૂ થઇ જશે.

Advertisement

શટડાઉનના સિગ્નલ બુલેટ ટ્રેન સુધી પહોંચતા જ આકસ્મિત બ્રેક્સ (ઇમરજન્સી બ્રેક્સ) સક્રિય થશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં દોડતી બુલેટ ટ્રેનો બંધ થઇ જશે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના 508 કિ.મી.ના રૂૂટ પર કુલ 28 સિસ્મોમીટર લગાવવાની યોજના છે. જેમાં 22 સિસ્મોમીટરને એલાઇનમેન્ટ સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે, જે પૈકી 8 મહારાષ્ટ્રના મુંબઇ, થાણે, વિરાર અને બોઇસર સ્ટેશન નજીક જ્યારે 14 ગુજરાતના વાપી, બીલીમોરા, સુરત, ભરૂૂચ, વડોદરા, આણંદ, મહેમદાવુાદ અને અમદાવાદ સ્ટેશન નજીક લાગશે.

બાકીના 6 સિસ્મોમીટર (જેને આંતરિક સિસ્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે) નજીકના ધરતીકંપની શક્યતા ધરાવતા વિસ્તારો-જેવા કે મહારાષ્ટ્રના ઘેડ, રત્નાગિરિ, લાતુર અને પાંગરી અને ગુજરાતના આડેસર અને જૂના ભુજમાં સ્થાપિત કરવામાં આવશે.આ એવા વિસ્તારો છે કે જ્યાં છેલ્લા 100 વર્ષમાં 5.5થી વધુ તીવ્રતાના ધરતીકંપો આવ્યા છે, ત્યાં જાપાનના નિષ્ણાતો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement