જૂનાગઢ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મૂકનારને પોલીસે ઠમઠોર્યો
- મર્ડરના આરોપીનો હથિયાર સાથેનો વીડિયો પોસ્ટ કરી લોકોમાં ભય ફેલાવતા ગુનો દાખલ થયો
ગુજરાત મિરર, જુનાગઢ તા.14
જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વિવિધ સોશ્યલ મીડીયા ઉપર વોચ રાખવા અને વિવિધ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર વાંધાજનક પોસ્ટ/ વિડીયો નાખનાર તત્વો વિરૂૂદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પી.આઈ પી.કે.ચાવડા તથા પીએસઆઇ એસ.એ.સોલંકી તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.
એસ.ઓ.જી. તથા સાયબર સેલ સ્ટાફ દ્રારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટો ચેક કરતા લતીફ સાંધ આઈડીમાં બે દિવસ પહેલા એક વિડીયો અપલોડ થયેલ તેમાં એક ઈસમ બોલતો જોવામાં આવેલ કે સાથે બીજો વિડીયો મીક્ષ એડીટીંગ કરી પ્લે થતો દેખાય છે જેમાં વંથલી પોલીસ સ્ટેશનનો કલમ-302 વિ. મુજબનો આરોપી લતીફ અબ્દુલ સાંધ રહે.ટીકર વાળો પેટ્રોલપંપ ઉપર મોટરસાયકલથી ઉભો છે અને તેના હાથમાં હથીયાર જોવામાં આવે છે અને વિડીયોમાં દેખાતો ઈસમ બોલતો જોવામાં આવે છે કે, થોડાક દિવસ પહેલા મેં આ વિડીયો અપલોડ કરેલ જેમાં કોમેન્ટના બધાયે મેન્શન કરેલ કે, ગુજરાત પોલીસની અને જુનાગઢ પોલીસની મેન્શન કરી લીધુ, કાંઈ થયુ તમારાથી, કાંઈ ના થાય વાલા, ખાલી કોમેન્ટ જ થાય તમારાથી જે મતલબનો વિડીયો અપલોડ કરેલ ઈસમની એસ.ઓ.જી. તથા માંગરોળ પોલીસ દ્રારા તપાસ કરતા વિડીયોમાં દેખાતો ઈસમ રફીક ખેભર રહે, શેખપુર તા.માંગરોળ વાળો હોવાનુ જણાઇ આવતા આ ઇસમના ઘરે તપાસ કરતા તે હાજર મળી આવેલ જેને પકડીપાડી આગળની કાર્યવાહી અર્થે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી. કરાવેલ આરોપીની પોલીસની સ્ટાઇલમાં પૂછપરછ શરૂૂ કરતા આરોપી રફીક હસનભાઈ ખેભર દ્રારા જણાવવામાં આવેલ કે, તે આઈ.ડી. મે મારા વીવો ઢ 100 એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં બનાવેલ છે, તેમજ તે મોબાઈલમાં જીઓ કંપનીનુ કાર્ડ જેના મોબાઈલ નંબર 9824358390 છે, તેમજ તે આઈ.ડી. મે આજથી દોઢેક માસ પહેલા બનાવેલ છે, તે આઈ.ડી.ફેક છે. તેમજ આ આઈ.ડી. બનાવવાનુ કારણ એવુ છે, કે, હુ ળિફિરશસતફક્ષમવશ07 વાપરતો હોય જેમાં રવની ખાતે રહેતા સલીમ સાંધ નામના માણસનુ મર્ડર થયેલ હોય, અને તે મર્ડર લતીફ સાંધ નામના વ્યક્તીએ કરેલ હતુ, જેથી લતીફનાં કોઈ પણ વીડીયો હુ જોતો હોવ તેમાં ફોલોવર્સની સંખ્યા ઘણી વધારે રહેતી હોય જેથી મે પણ ફોલોવર્સ વધારવા માટે થઈને મારા મોબાઈલમાં લતીફ સાંધ 302 નામનુ ફેક એકાઉન્ટ બનાવેલ હતુ, તે બાદ મારા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ળિફિરશસ તફક્ષમવશ 07માં લતીફ સાંધના કોઈ પણ વીડીયો આવતા તે તમામ વીડીયોની હું કોપી કરી લેતો હતો, અને તે બાદ લતીફ સંધિ 302 નામના ફેક આઈ.ડી.માં અપલોડ કરી નાંખતો હતો, જેમાં મે આજદીન સુધીમા 44 વીડીયો અપલોડ કરેલ છે, જેમાંથી 43 વીડીયો લતીફ સાંધના છે, જેથી મને તેમા ઘણા બધા ફોલોવર્સ તથા લાઈક મળતી હતી, જે મતલબની હકીકત પોલીસને જણાવેલ છે હાલ આગળની તપાસ ચાલુ છે.