For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્ટેટ મોનિટરિંગ સેલના PSIનો ભોગ લેનાર ટ્રેલરને અંતે પોલીસે શોધી કાઢયું

11:08 AM Nov 14, 2024 IST | Bhumika
સ્ટેટ મોનિટરિંગ સેલના psiનો ભોગ લેનાર ટ્રેલરને અંતે પોલીસે શોધી કાઢયું
Advertisement

સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જાહીદ પઠાણનું વાહનની અડફેટે મોત નિપજ્યું હતું. આ કેસની તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકી લઇને અમદાવાદ ગ્રામ્ય એલસીબીને સોંપાઇ હતી. જે કેસમાં પોલીસે ટ્રક શોધી કાઢ્યા બાદ ટ્રક ચાલકની પણ ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં રાજસ્થાનના ટ્રકચાલક મંગારામ આ રૂૂટ પરથી પસાર થતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

તેના ટ્રેલરની ટક્કર વાગતા પીએસઆઇનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે હજુ આ કેસમાં એસએમસી કે ગ્રામ્ય એલસીબી ક્રેટા ગાડી શોધવામાં નિષ્ફળ રહી છે.ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે. એમ. પઠાણની ટીમ બાતમીના આધારે સુરેન્દ્રનગર ખાતે દારૂૂ ભરેલી ક્રેટા ગાડીની વોચમાં હતા. ત્યારે ક્રેટા ગાડી ત્યાંથી પસાર થતી વખતે એસએમસીની ટીમ તેને પકડવા પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાનમાં પોલીસે ટ્રક આડાશ કરીને ક્રેટાને પકડવા પ્રયાસ કર્યો હતો. સાથે જ પોલીસની ખાનગી ગાડીએ પણ પીછો કર્યો હતો. ત્યારે જ ટ્રેલરની ટક્કર વાગતા પીએસઆઇ પઠાણ સહિતના લોકોને ઇજાઓ પહોંચી હતી. પીએસઆઇ પઠાણને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તે રોડ પર પટકાતા સારવાર અર્થે ખસેડ્યા હતા.

Advertisement

જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સુરેન્દ્રનગર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. પરંતુ તપાસ ન કરી શક્તા અમદાવાદ ગ્રામ્ય એલસીબીને તપાસ સોંપાઇ હતી. એલસીબીએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજેન્ટ્સના આધારે અકસ્માત સર્જનાર ટ્રેલરનું પગેરું મેળવ્યું હતું. બાદમાં ટેકનિકલ પુરાવાઓ આધારે ટ્રેલર ચાલક મંગારામને રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના સિન્દ્રી ગામમાંથી શોધી ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ તથા ઉલટ તપાસ કરતા જે ટ્રેલરથી અકસ્માત સર્જાયો તે ટ્રેલર બીજી શિફ્ટમાં કામ કરતા અન્ય ચાલક લઈને પશ્ચિમ બંગાળ પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઇને પોલીસની એક ટીમ ટ્રેલર લેવા માટે પશ્ચિમ બંગાળ રવાના કરાઈ છે. સાથે જ આરોપીએ એ પણ કબૂલાત કરી કે જ્યારે પોલીસે ટોર્ચ બતાવી ત્યારે ટ્રક ઊભી રાખી ટ્રક લૂંટી લેશે તેવા ડરે તેણે ગાડી રોકી નહોતી અને ભાગી ગયો હતો. જોકે દારૂૂ ભરેલી ક્રેટા ગાડી શોધવામાં એસએમસી અને એલસીબી નિષ્ફળ નીવડી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement