For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝોન ફેરબદલીના પરિપત્રથી પોલીસ પરિવારો વેરવિખેર થઇ જશે

04:58 PM Aug 09, 2024 IST | Bhumika
ઝોન ફેરબદલીના પરિપત્રથી પોલીસ પરિવારો વેરવિખેર થઇ જશે
Advertisement

બદલીનો નવો નિર્ણય રદ કરી જૂનો નિયમ જ ચાલુ રાખવા કરાઇ માંગ

તોડબાજ પોલીસ અધિકારીઓને સજા કરવા ગૃહ ખાતુ છે: પરિપત્ર પાડાના વાંકે પખાલીને ડામ સમાન: કિરીટ પટેલ

Advertisement

રાજયના પીએસઆઇ અને પીઆઇની બદલીઓ ઝોન બહાર કરવાના ગૃહખાતાનાં નિર્ણયને અયોગ્ય ગણાવી તાકીદે દ કરવાની માંગ કરતો એક પત્ર પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઇ પટેલે મુખ્યમંત્રીને લખ્યો છે. પત્રમાં ચિંતા- દહેશત વ્યકત કરી ધારાસભ્યએ જણાવ્યું છે કે ગૃહના આવા નિર્ણયથી પોલીસ પરિવાર હેરાનગતિમાં પટકાઇને કોઇ અજુગતું પગલું ભરી ન બેસે તે જોવાની પણ સરકારની જવાબદારી હોવાથી બદલી સંદર્ભે ડી.જી.પી. દ્વારા થતી બદલીની પારદર્શક પ્રણાલી જ યથાવત રાખવી જરૂરી છે.

ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના જુદાજુદા ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મિટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પી.એસ.આઈ/પી.આઇને તે ઝોનના જીલ્લાઓમાં કે નજીકના જીલ્લાઓમાં બદલી કરી શકાશે નહી. બદલીનો પરિપત્ર માત્ર પાડા ના વાંકે પખાલીને ડામ જેવો ગણાવી ધારાસભ્ય પટેલે જણાવ્યું છે કે પોલીસ અધિકારીઓ ભ્રષ્ટાચાર અને તોડબાજ છે તેને સજા કરવાને બદલે તમામને એક જ લાકડીએ હાંકવા એ યોગ્ય નથી. આવા ભ્રષ્ટાચારી અને તોડબાજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ગૃહવિભાને સત્તાઓ છે.

એક બાજુ રાજ્યના રાજ્ય ગૃહ મંત્રી વિધાનસભામાં પોલીસ કર્મચારીઓના હિતની વાતો કરે છે ત્યારે આ પરિપત્ર પોલીસ અધિકારીઓના પરિવારને વેર વિખેર કરી નાખે અને પોલીસ કર્મીઓને વધુ પડતા તનાવ નીચે આત્મહત્યા તરફ દોરી જશે તેવું ડો.કિરીટ પટેલનું માનવું છે.

તેઓ વધુમાં જણાવે છે કે, પરિપત્રમાં જે રીતે કુલ 9 રેન્જ અને તેના ઝોન નક્કી કરવામાં આવ્યા છે. તેનો સરેરાશ વિસ્તાર 300 થી 400 કિમી અંતર ધરાવતો વિશાળ એરિયા છે. દા.ત. સુરત રેન્જ અને સુરત શહેરમાં જે પી.એસ.આઈ/પી.આઈ એ પાંચ વર્ષ નોકરી કરી હોય તેને વડોદરા રેન્જ વડોદરા શહેર/ અમદાવાદ રેન્જ/ અમદાવાદ શહેર/સુરત રેન્જ/ સુરત શહેરમાં બદલી થઇ શકે નહી.આ નિર્ણયથી પી.એસ.આઈ. કે પી.આઈ જેઓના વયોવૃધ્ધ માતા-પિતા સહિતના પરિવાર કે બાળકો મોટા ભાગે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરત જેવા મોટા શહેરોમાં સારી સ્કુલો/ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરતા હોય છે. અને તેને લીધે અધિકારીઓ મોટાભાગના અધિકારીઓના બાળકો સાંપ્રત સમયમાં સીબીએસસી/ આઇસીએસસી (ઇન્ટરનેશનલ બોર્ડ)માં પોતાની અતિ મહત્વની કારકીર્દિનો અભ્યાસ કરી રહેલ છે.

જો ઉપર મુજબની જોગવાઇ પ્રમાણે બદલીઓ કરવામાં આવે તો પી.એસ.આઇ. કે પી.આઇ જેઓની ગુજરાત પૌલીસ વિભાગમાં 10 થી 15 વર્ષ કે તેથી વધુ સમયનો ફરજનો ગાળો થઇ ગયેલ છે તેમાંના મૌટા ભાગના અધિકારીઓના બાળકોના અભ્યાસમાં ધોરણ 10 (એસ.એસ.સી.) અને 12 (એચ.એસ.સી.) જેવા અતિમહત્વપુર્ણ બોર્ડના વર્ષમાં કે ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા હોય છે, તેવાં બાળકોને 300 થી 400 કિલોમીટર દુર અંતરના જીલ્લા કે શહેરમાં અભ્યાસ અર્થે ચાલુ સત્ર દરમ્યાન સ્કુલ/ કોલેજ છોડી શિફટ કરવા ઐ બાળકોનો અતિમહત્વનો અભ્યાસ બગાડવા બરાબર છે, એટલું જ નહિ બાળકોનું ભવિષ્ય પણ અંધકારમય બની જવાની પુરેપુરી શકયાઓ રહેલી છે તેમજ વયોવૃધ્ધ માતા-પિતા સહિત સમગ્ર પરીવાર અને પોતાના બાળકોની માનસીક પરિસ્થીતી પર ખુબજ ગંભીર અસર પડી શકે છે.

વધુમાં સમાજના કોઇપણ વર્ગ કે ક્ષેત્રમાંથી આવતા માણસનો પરિશ્રમ, રોજગાર, આજીવિકા સાથે મુળભુત અને મુખ્ય ઉદ્દેશ્ય પોતાના પરીવારના કલ્યાણનો હોય છે. જો ઉપરોક્ત નિર્ણય મુજબ પી.એસ.આઇ./પી.આઇની બદલી કરવામાં આવે તો મોટા ભાગના અધિકારીઓ પોતાના સ્થાયી રહેણાંક વિસ્તાર કે બાળકોના અભ્યાસના સ્થળથી દુર રહી પોતે પણ માનસિક અને વૈચારિક રીતે પ્રફુલ્લીતતાથી 24/7 ફરજ બજાવી શકશે નહી વધુમાં તાજેતરના બદલીના આ નિર્ણયમાં એકમો તથા શાખાઓ જેવી કે ડી.જી.પી ઓફીસ/ ઇન્ટેલીજન્સ/ સી.આઇ.ડી. ક્રાઇમ/ એ.સી.બી./ એ.ટી.એસ/ એસ.સી.આર.બી./ આદીજાતી વિકાસ નિગમ/ જી.ઇ.બી વીગેરેને પણ આવરી લેવામાં આવેલ છે. આ બધા એકમો કે શાખામાં ફરજ બજાવતા મોટાભાગના અધિકારીઓ કોઇ પારિવારીક, બાળકોના અભ્યાસકીય કે અંગત કારણોસર ફરજ બજાવતા હોય છે. તેઓને પણ સુચિત ઝોનના વિસ્તાર એટલે કે 300 થી 400 કિમી દુર અંતરે બદલી કરવામાં આવતા અધિકારીઓ સહિત તેઓના પરિવારના મનોબળ ઉપર ગંભીર વિપરીત અસર પડી શકે એમ છે.

પીઆઇ-પીએસઆઇ માટે સરકારનો નિર્ણય માનસિક તણાવ વધારનારો
આ સૂચનાથી એવો પણ તર્ક આપવામાં આવે છે કે આઈ.એ.એસ./આઈ.પી.એસ. તથા જયુડીશયરી ના અધિકારીઓ પણ પોતાના વતનના જિલ્લા/રાજ્ય થી દુર અન્ય રાજ્યમાં નોકરી કરવા માટે જતા હોય છે. પરંતુ તેમની નૌકરી અને પી.આઈ/પી.એસ.આઇ. ની નોકરી વચ્ચે ઘણો જ તફાવત છે. પી.આઇ. અને પી.એસ.આઇ. ફિલ્ડના અધિકારીઓ છે જે રાતન સવારથી રાત સુધી પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં ફરજ બજાવતા હૌય છે તેમને કોઈપણ જાતની જાહેર રજાઓ પણ હોતી નથી. જેના કારણે તેઓ સતત માનસિક તણાવ માંથી પસાર થતા હોય છે. આવા સંજોગોમાં તેમની અન્ય કેડરના અધિકારીઓ સાથે સરખામણી કરવામાં આવે તે યોગ્ય જણાતું નથી. વધુમાં આવા દુર ગયેલા પોલીસને કોર્ટમાં જવું પડે ત્યારે મોટી સમસ્યા પેદા થશે. બે દિવસ તો આવવા જવાના થાય ત્યારે કોઈ અધિકારી કોર્ટના કામે પોતાના જુના ફરજના સ્થળે ગયેલ હોય અને કોઈ ઇમરજન્સી ઉભી થાય ત્યારે કાયદો અને વ્યવસ્થા કઈ રીતે સચવાય એ પણ વિચારવા જેવું છે. હાલની સ્થીતીએ પી.એસ.આઇ/ પી.આઇની બદલી ડી.જી.પી દ્વારા કરવામાં આવે છે. જે પ્રણાલી વધુ ઉચીત અને પારદર્શક હોવાનું ધારાસભ્યનું માનવું છે.

બદલીનો નિર્ણય નોકરી, પરિવાર, સમાજ જીવનને ગંભીર અસર કરનારો
ધારાસભ્ય ડો.કિરીટ પટેલનું કહેવું છે કે પોલીસ ખાતાની નોકરી અન્ય વિભાગો કરતાં ઘણી જ અલગ છે અન્ય વિભાગૌમાં નોકરીનો સમય કે કલાક નક્કી હોય છે ત્યારે પોલીસ ખાતામાં કર્મચારીઓ 24 કલાક નોકરીથી બંધાયેલા છે. ઉપરાંત કોઈપણ જાતની જાહેર રજાઓ પણ મળવા પાત્ર નથી. લોકો જયારે તહેવારોની ઉજવણી કરતા હોય ત્યારે પોલીસ બંદોબસ્ત કરતી હોય છે.આવા સંજોગોમાં માનસિકતા તણાવ હેઠળ નોકરી કરતા પોલીસ અધિકારીઓને જો પોતાના પરિવાર તથા વતનના જિલ્લા કે જ્યાં પરિવાર સ્થાયી થયેલ હોય ત્યાંથી કાયમ માટે દુર મુકવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવે તો તેમના સામાજિક જીવન તથા પરિવાર જીવન અસ્તવ્યસ્ત થવાના સંજોગોમાં તેની સીધી અસર તેમની નોકરી ઉપર પણ પડવાની શક્યતાઓ છે. આ નિર્ણયના કારણે દરેક અધિકારીને ઓછામાં ઓછા 300 કી.મી દુર ફરજ પર મુકવામાં આવશે જેના કારણે એક દિવસની રજામાં પારિવારિક કે સામાજિક કારણોસર જોઈ પરત આવવું ખુબ જ કઠિન થશે જૈની અસર તેમના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય ઉપર થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement