રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધ ટવીન ટાવરમાં વાયરિંગ કરવા આવેલો શખ્સ લિફટના ડોર ડ્રાઈવ ચોરી ગયો’તો

04:10 PM Sep 14, 2024 IST | admin
Advertisement

પોલીસે બાતમીને આધારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસેથી દબોચ્યો

Advertisement

સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે આવેલા ટવીન ટાવરમાંથી ગઈ તા.4 ઓગસ્ટનાં રોજ બીજા માળેથી લીફટના ડોર ડ્રાઈવ રૂા.65,000ના કોઈ ચોરી ગયાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવનો ભેદ ઉકેલવા માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસેથી એક શખ્સને ઝડપી લઈ લીફટની બન્ને ડોર ડ્રાઈવ કબજે લઈ પુછપરછ શરૂ કરી હતી.

માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ એસ.એ.સિંધી, જયદેવસિંહ પરમાર અને ડી-સ્ટાફના રાઈટર હિતેશભાઈ તેમજ હિરેનભાઈ પરમાર સહિતના સ્ટાફે બાતમીના આધારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસેથી એક શંકાસ્પદ શખ્સને અટકાવી પુછપરછ કરતાં તેમણે પોતાનું નામ હાર્દિક દિનેશભાઈ સવસાણી (રહે.ગોંડલ રોડ કલ્પવનની બાજુમાં વ્રજપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં.ડી-901 ) હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમની પાસે રહેલી ડોર ડ્રાઈવ અંગે પુછપરછ કરતાં તેમણે ટવીન ટાવરના બીજા માળેથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતે બિલ્ડીંગમાં વાયરીંગ કામ કરવા ગયો ત્યારે તેમની નજર કિંમતી ડોર ડ્રાઈવ પર પડતાં ચોરી કરી વેચવા માટે ગ્રાહક શોધતો હતો ત્યારે માલવીયાનગર પોલીસે પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstheftthetwintower
Advertisement
Next Article
Advertisement