ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એમ્સ હોસ્પિ.ના સભ્ય તરીકે સાંસદ કેસરીદેવસિંહ ચૂંટાતા વાંકાનેરની પ્રજામાં આનંદ છવાયો

12:17 PM Aug 10, 2024 IST | Bhumika
Advertisement

વાંકાનેર રાજ પરિવારના મહારાજ તેમજ રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ ડી. ઝાલા રાજકોટ એમ્સ હોસ્પીટલના સભ્ય પદે ચુંટાઇ આવતા રાજપુત સમાજ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓમાં અદભુત અને અનેરો આનંદ છવાયો છે.

Advertisement

તાજેતરમાં કેન્દ્રમાં ગત તા.3-8-24ના રોજ ચુંટણી યોજાયેલ હોય અને ગતા તા.7-8-24ના રોજ પરિણામ જાહેર થતા વાંકાનેરના રાજવી અને રાજયસભાના સાંસદ મહારાણા કેશરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલાને કેન્દ્ર સરકારે વિજેતા જાહેર કરવામાં આવેલ હતા.

આ તકે કેન્દ્રના હેલ્થ મીનીસ્ટર જે.પી. નડ્ડાએ કેશરીદેવસિંહ ઝાલાને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા. તેમજ રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ આ તકે કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કરેલ હતો.
સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા એમ્સના સભ્ય પદે ચુંટાયાના સમાચાર વાંકાનેરવાસીઓને મળતા રાજપુત સમાજ, ભાજપના કાર્યકર્તાઓ તથા સમર્થકોમાં અને વિવિધ સામાજીક શૈક્ષણીક સંસ્થાઓમાં હર્ષની લાગણી છવાઇ ગઇ હતી.

Tags :
AIIMS hospitalgujaratgujarat newsMP Kesridev Singhrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement