For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાર્ટીમાં કોને લેવા ના લેવા એ પાર્ટી નક્કી કરશે, કોઇ ધારાસભ્ય નકકી ના કરે: પાટીલ

04:30 PM Mar 19, 2024 IST | Bhumika
પાર્ટીમાં કોને લેવા ના લેવા એ પાર્ટી નક્કી કરશે  કોઇ ધારાસભ્ય નકકી ના કરે  પાટીલ
  • પાર્ટીમાં નિયમ મુજબ કામ થાય, ધારાસભ્યના રાજીનામા અંગે ભાજપ પ્રમુખ આકરા મુડમાં

લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરા ભાજપમાં આંતરિક નારાજગીએ પાર્ટીની ચિંતા વધારી દીધી છે. મોડી રાત્રે અચાનક સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાં બાદ હવે તેમના સમર્થકોએ પણ પાર્ટીમાંથી રાજીનામાં ધરી દીધા છે. તેમના સમર્થનમાં હવે સાવલી તાલુકાના 15 જેટલા સરપંચોએ પણ રાજીનામાં આપ્યા છે. સાથે સાવલી તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનના પણ રાજીનામા પડ્યા છે. તો આ મામલે સી.આર પાટીલની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

Advertisement

બીજી તરફ ગાંધીનગરમાં કેતન ઈનામદારના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા સી.આર પાટીલે કહ્યું કે, માણસ છે, એટલે નારાજગી તો થાય. ભાજપમાં ભરતીમેળાથી કેતના ઈનામદારની નારાજગીના સવાલ પર પાટીલે કહ્યું કે, પાર્ટીમાં કોને લેવા ના લેવા એ પાર્ટી નક્કી કરશે. કોઈ ધારાસભ્ય નક્કી ના કરે. પાર્ટીના નીતિ નિયમ મુજબ કામ થાય. રાજીનામા પર કેતન ઈનામદાર સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના છે. આ માટે તેઓ ગાંધીનગર માટે રવાના થઈ ગયા છે. જોકે આ પહેલા તેમણે કહ્યું કે, હું રાજીનામાને લઈને અડગ છું. તેઓ રાજીનામા પર નહીં માને તે વાત પર તેમણે કહ્યું કે, હું તેમને મનાવીશ.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement