ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

RMCએ 251માં ભાડે આપેલી શાળામાં સંસ્થાએ ‘સેવાના નામે મેવા’ શરૂ કર્યા

03:57 PM Dec 11, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

મામુલી માસિક ભાડા સામે વિદ્યાર્થીઓ પાસેથી ફીના નામે રૂા.29 હજાર સુધીના ઉઘરાણા

સંસ્થાને ફરી સ્કૂલ ભાડે આપવાની દરખાસ્ત ચોથી વખત પેન્ડિંગ રખાઇ

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બઠેક આજરોજ મળેલ કમિશનર વિભાગમાંથી રજૂ કરવામાં આવેલ 24 પૈકી 20 દરખાસ્ત મંજૂર કરી 4 દરખાસ્ત વધુ વિચારણાના બહાના હેઠળ પેન્ડિંગ રાખવામાં આવી હતી. જે પૈકી વોર્ડ નં.5માં રણછોડનગર સોસાયટીમાં આવેલ મનપાની માધ્યમીક શાળાનુ બિલ્ડિંગ ટ્રસ્ટને માસીક ભાડા 251થી આપેલ છે. જેની મુદત પૂર્ણ થતા મુદત વધારાની દરખાસ્ત આવેલ પરંતુ સ્ટેન્ડિંગના અમુક સભ્યો દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી લેવાતી હોવાની ફરિયાદો થઇ હોય તેમ ચોથી વખત આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે.

મનપાની સ્ટેન્ડિંગમાં રજૂ થયેલ દરખાસ્ત પૈકી શહેરના વોર્ડનં5માં રણછોડનગર શેરી નં.10માં 1121 ચો.મીટર ઉપર માધ્યમીક શાળાનુ બાંધકામ મનપા દ્વારા કરવામાં આવ્યુ છે. આ શાળાનું સંચાલન 1997થી સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ ટ્રસ્ટને માસીક લીઝ ચાર્જ રૂા.251 તેમજ મકાનના તમામ પ્રકારના વેરાઓ ભરવાની શરતે આપવામાં આવ્યુ છે. સામન્ય રીતે સરકારી અથવા સંસ્થાઓની શાળાઓમાં મામુલી ફી વસુલી સેવાકીય કામગીરી અંતર્ગત સંચાલન કરવામાં આવતુ હોય છે. પરંતુ 1997થી લીઝ ઉપર આપેલ આ શાળામાં સંસ્થા દ્વારા દર વર્ષે ફિમાં વધારો કરી આજ સુધીમાં નર્સરીથી લઇને ધો.12 સુધીની રૂા.23 હજારથી રૂા.29 હજાર ફી વસુલવામાં આવી રહી છે. જેના લીધે વાર્ષિક ફીની રકમ રૂા.1,69,91000એ પહોંચી છે.

જેના લીધે પ્રથમ સ્ટેન્ડિંગમાં આ દરખાસ્તનો અભ્યાસ કરવો પડશે તેમ જણાવી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવેલ ત્યારબાદ સંસ્થા દ્વારા તોતીંગ ફી ઉઘરાવાતી હોવાની ફરિયાદો ઉઠી હોય કે, અન્ય કારણોસર સતત ત્રણ સ્ટેન્ડિંગથી દરખાસ્ત મંજૂર કરવામાં આવતી નથી અને આજની સ્ટેન્ડિંગમાં પણ આ દરખાસ્ત પેન્ડિંગ રખાતા ભારે ચર્ચા જાગી છે.

વારંવાર દરખાસ્ત મૂકવામાં કોનું હિત ?
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં અમૂક દરખાસ્ત પેન્ડિંગ રાખી પરત મોકલવામાં આવતી હોય છે અને આ દરખાસ્ત અવાર-નવાર સ્ટેન્ડિંગમાં ફરી વખત રજૂ કરવામાં આવી હોય છે. કોઇ પણ દરખાસ્તનુ કારણ જાણયા બાદ સ્ટેન્ડિંગ કમિટિ દરખાસ્ત ના મંજૂર કરતી હોય છે અને નવી દરખાસ્ત તૈયાર કરવાની સૂચના આપે છે. પરંતુ અભ્યાસ માટે પરત મોકલેલ દરખાસ્તને એજ સ્થિતિમાં વારંવાર સ્ટેન્ડિમાં શા માટે રજૂ કરાઇ છે. તેવો સવાલ ઉભો થયો છે. કારણ કે, મહાનગરપાલિકાની શાળાનુ સંચાલન ટ્રસ્ટને સોંપવાની દરખાસ્ત અગાઉ અનેક વખત પેન્ડિંગ રખાય છતા આજની સ્ટેન્ડિંગમાં ફરી એ દરખાસ્ત રજૂ કરવામાં શા માટે આવી તે મુદ્દે ભારે ચર્ચા જાગી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRMCSchool
Advertisement
Next Article
Advertisement