રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચૂંટણી પહેલાં જૂની પેન્શન યોજનાનો મુદ્દો સળગશે

01:43 PM Feb 06, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચાએ શસ્ત્રો સજાવ્યા, તા. 14-15 ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓ બજાવશે ફરજ, તા. 23મીએ કર્મચારી મહાસભાનું એલાન

Advertisement

ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી પહેલા ઉગ્ર આંદોલનો છેડી સરકારનું નાક દબાવી અનેક જૂની માંગણીઓનો સ્વીકાર કરવા સરકારને મજબૂર કરનાર રાજ્ય સરકારના કર્મચારીઓએ લોકસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત શસ્ત્રો સજાવ્યા છે. અને કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓનું લાંબુ લિસ્ટ સરકારને પકડાવી દીધું છે.

રવિવારે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોના કર્મચારી મંડળોના બનેલા સંયુક્ત કર્મચારી મોરચાના હોદેદારોએ તમામ કર્મચારી મંડળોના હોદેદારો સાથે બેઠક યોજી હતી અને દરેક સરકારી વિભાગોના કર્મચારીઓની પડતર માંગણીઓનું લિસ્ટ બનાવ્યું હતું.

આ બેઠકમાં ચર્ચાનો મુખ્ય એજન્ડા જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા બાબતનો હતો અને 1 એપ્રિલ 2005 પહેલાના તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અંગે ચર્ચા કરી આ બાબતે સરકારમાં અસરકારક રજૂઆત કરવા અને જરૂર પડ્યે ઉગ્ર આંદોલન છેડવા ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોનું શોષણ કરતી ફિક્સ પગાર યોજના પણ નાબુદ કરવા સહિતની પડતર માંગણીઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું.આ પડતર માંગણીઓ અંગે સોમવારે સંયુક્ત કર્મચારી મોરચાના હોદેદારો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

આ પડતર માંગણીઓના પ્રશ્ર્ને સરકારનું ધ્યાન ખેંચવા તબક્કાવાર આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ તા. 14 અને તા. 15 ફેબ્રુઆરી દરમિયાન બે દિવસ તમામ સરકારી કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવશે અને તા. 16 ફેબ્રુઆરીના રોજ તમામ કર્મચારી મંડળોના સભ્યો કાળા કપડા પહેરીને ફરજ બજાવશે. આ ઉપરાંત તા. 23 ફેબ્રુઆરીના રોજ જૂની પેન્શન યોજના પૂન: લાગુ કરવા સહિતના પડતર પ્રશ્ર્નોની માંગણી સાથે ગાંધીનગરમાં કર્મચારી મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે. આ મહાસભામાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહી શક્તિ પ્રદર્શન કરે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આગામી મે-2024માં કેન્દ્રમાં નવી સરકાર અસ્તિત્વમાં આવશે. આ માટે માર્ચમાસના બીજા અઠવાડિયા બાદ ગમે ત્યારે ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તેવી ગણતરી છે. ચુંટણી જાહેર થાય તે પહેલા સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મુદ્દે સરકારનું નાક દબાવવા ફરી આંદોલનનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

Tags :
Electiongujaratgujarat newsOld Pension Scheme
Advertisement
Next Article
Advertisement