For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સમાચાર આપણને ટકોર કરે છે કે અહીં પહોંચવાનું બાકી છે: મુખ્યમંત્રી

04:04 PM Sep 03, 2024 IST | Bhumika
સમાચાર આપણને ટકોર કરે છે કે અહીં પહોંચવાનું બાકી છે  મુખ્યમંત્રી
Advertisement

ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા અમદાવાદમાં અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રોસેસિંગનું મહત્ત્વ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારની શરૂૂઆતમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયાના વરસાદી અહેવાલની પ્રશંસા કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા અહેવાલોના વખાણ કરતા કહ્યું કે મીડિયા બતાવે છે કે વરસાદ આવ્યો છે, અહીં આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા, તો હવે આમાં મારે શું લેવું જોઈએ?નેગેટીવ કે આ ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે. આવું ના બતાવવું જોઈએ. એવું ના હોય, એ આપણને ચિત્ર જે દેખાડે છે, કે ભાઈ અહીં આગળ તમારે પહોંચવાની જરૂૂર છે, પોઝિટિવ હરહંમેશા સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં, અને આટલું બધું એ લોકો એમના જીવના જોખમે દોડતા હોય છે અને એમાંય આપણને એમ થાય કે યાર આ આવું બતાડે છે.

Advertisement

એવું ન હોઈ શકે. બધા સાથે રહીશું તો કામ થવાનું છે.વધુમાં તેમણે કહ્યું, અને હંમેશા જે કોઈ તમારું બતાડે છે, જે પણ બતાડે છે, જે કોઈ પણ પ્રજાજનોમાંથી પણ ફરિયાદ આવે છે તો એનું પોઝિટિવ સોલ્યુશન કયું હોઈ શકે એના પર વિચાર કરીને આપણે આગળ વધીશું, તો જ આપણે વિકસિત ભારત તરફ આગળ વધીશું. આજે જે બધા વિકસિત દેશો છે એમાં પણ તમે જોઈ આવજો, હું કહું એમ નહીં, તમે જોઈ આવજો કે ત્યાંય પરિસ્થિતિ જયારે ખરાબ હોય ત્યારે શું પોઝિશન હોય છે. પણ ત્યાં બધા સાથે રહીને આગળ વધે છે. કામ કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement