રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોટડાસાંગાણીના યુવાનની હત્યાનો ભેદ ખુલ્યો

12:07 PM Oct 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કબુતરના શિકાર બાબતે ઝઘડો થતાં બે મિત્રોએ યુવાનને પથ્થરની ખાણમાં ધકેલી દેતા મોત

કોટડાસાંગાણીના યુવાનની ત્રણ દિવસ પૂર્વે પથ્થરની ખાણમાંથી લાશ મળ્યા બાદ આ બનાવમાં મૃતકના પિતાએ પુત્રની હત્યાનો આક્ષેપ કર્યો હોય તે તપા દરમિયાન સાચો ઠર્યો હતો. કબુતરના સિકાર બાબતે તેના જ બે મિત્રોએ દેવી પૂજક યુવાન સાથે ઝઘડો કરી તેને ધક્કો મારી પથ્થની ખાણમાં પાડી દઈ હત્યા કર્યા હોવાનું ખુલ્યું હતું. આ મામલે પોલીસે બન્ને મિત્રોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

કોટડાસાંગાણીમાં રહેતા અર્જુન સવસીભાઈ વાઘેલા નામનો દેવીપુજક યુવક સોમવારે રાત્રેના સમયેના માતાજીના મંદિરેથી તેના સાથે બે મિત્રો અજય અને નિલેશ સાથે મંદિરે દર્શન કરવા ગયા બાદ ગુમ થયો હતો.

રાત્રેના ચાર વાગ્યે પુત્ર અર્જુન પરત આવ્યો ન હતો જ્યારે અજય અને બબ્બર બંને આવેલ હતા અને મૃતકના પિતા સવશીભાઈએ અજય અને બબ્બર બંનેને પૂછવામાં આવતા અજય અને બબ્બરએ જણાવેલ કે તમારો પુત્ર અમારી પહેલા આવી ગયો હોવાનું જણાવ્યું હતું. તેવું બંનેએ મૃતકના પરિવારજનોને જણાવ્યું હોય પરંતુ આ બાબતે મૃતકના પિતાએ પોલીસને બન્ને શખ્સો ઉપર શંકાવ્યક્ત કરી હતી. બીજી તરફ આ ઘટનામાં અર્જુનના ગુમ થવા અંગેની જાણ પોલીસને કર્યા બાદ અર્જુનની લાશ કોટડાસાંગાણી નજીક પથ્થરની ખાણમાંથી મળી આવી હોય જેને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.

કોટડાસાંગાણી પોલીસે આ મામલે અર્જુન સાથે માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા અજય અને નિલેશ ઉર્ફે બબ્બરની પૂછપરછ કરતા બન્ને મિત્રોએ અર્જુનની હત્યાની કબુલાત આપી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, મૃતકઅર્જુન વાઘેલાને થોડા દિવસો પૂર્વે કબુતરના શિકાર કરવા બાબતે અજય અને નિલેષ ઉર્ફે બબ્બર સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી આ ત્રણેય મિત્રો મંદિરેથી દર્શન કરીને પરત આવ્યા ત્યારે કોટડાસાંગાણી તરફ જવાના રસ્તે લોટિયા વિસ્તારમાં ગોંડલી ડેમ નજીક પથ્થરની ખાણ પાસે આ ત્રણેય મિત્રો વચ્ચે કબુતરના શિકાર બાબતે ઝઘડો થયો હતો અને ત્રણેય વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન અજય અને નિલેશે અર્જુનને ધક્કો મારી દેતા તે પથ્થરની ખાણમાં પટકાયો હતો અનેતેનું મોત થયું હતું.

આ મામલે અર્જુનના પિતા શવશીભાઈ ભાણાભાઈ વાઘેલાની ફરિયાદના આધારે કોટડાસાંગાણી પોલીસે અર્જુનની હત્યા અંગે અજય રઘુભાઈ ચારોલિયા અને નિલેશ ઉર્ફે બબ્બર અમરશીભાઈ સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsKotdasanganiKotdasangani newsmurder
Advertisement
Next Article
Advertisement