અંબાજીના અર્બુદા સેનાના સ્નેહમિલન કાર્યક્રમમાં ‘બટેંગે તો કટેંગે સૂત્ર’ ગુંજયું
બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે અર્બુદા સેનાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બટેંગે તો કટેંગેનું સૂત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. વાવ પેટાચૂંટણીનાં અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથે જ 1253 ગામોનાં પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે અર્બુદા સમાજનાં પ્રમુખે કહ્યું હતું કે, બટેંગે તો કટેંગે એ સામાન્ય બુદ્ધિની વાત છે. લાડવાની કિંમત હોય, ભૂકાની કિંમત ન હોય.
બનાસકાંઠામાં આવેલા યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે આજે અર્બુદા સેનાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી પણ હાજર રહ્યા હતા. સાથે જ 1253 ગામોનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. દરમિયાન, અર્બુદા સમાજનાં પ્રમુખ વિપુલ ચૌધરીએ એક એવું નિવેદન આપ્યું હતું જે ચર્ચામાં રહ્યું છે.
વિપુલ ચૌધરીએ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, બટેંગે તો કટેંગે એ સામાન્ય બુદ્ધિની વાત છે. લાડવાની કિંમત હોય, ભૂકાની કિંમત ન હોય. માહિતી અનુસાર, આ કાર્યક્રમ થકી અર્બુદા સેવા સમિતિને મજબૂત કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો, જે હેઠળ દરેક ગામનાં સભ્યને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવશે.