For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંબાજી ટ્રસ્ટમાંથી ખર્ચાયેલ નાણાં ભાજપના MLAના વિસ્તારમાંથી ઉઘરાવાશે

04:46 PM Sep 03, 2024 IST | Bhumika
અંબાજી ટ્રસ્ટમાંથી ખર્ચાયેલ નાણાં ભાજપના mlaના વિસ્તારમાંથી ઉઘરાવાશે
Advertisement

કોંગ્રેસના દાંતાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોડીનેટર તથા પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ ની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે અંબાજી વહીવટદાર્દીની મુલાકાત લઈને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે 51 શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યોને 1750/- રૂૂપિયાની જમવાની ડીશ અને 720/- રૂૂપિયાની ચા થઈ હતી. જે કલેકટર બનાસકાંઠા અને સરકારે ચૂકવવાના થાય છે, તે રૂૂપિયા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચુકવ્યા. એક તરફ 51 શક્તિપીઠમાં માતાજીને થાળ ધરાવવામાં આવતો નથી અને બીજી તરફ સરકારી નેતાઓની અને અધિકારીઓની લાખોની જયાફત કરે છે. અંબાજી વહીવટદાર દ્વારા ઉપરોક્ત બાબતે રદિયો આપતા સ્વીકારાયું હતું કે 11,33,924 રૂૂપિયાની ચુકવણી સરકાર દ્વારા ગ્રાન્ટ ન મળ્યાના સંજોગોમાં એજન્સી દ્વારા બિલના નાણાંની ચુકવણી માટે વારંવાર ઉઘરાણી થતાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ભંડોળમાંથી રૂૂ. 11,33,924ની ચુકવણી કરવામાં આવેલ છે અને હજુ સુધી લગભગ 200 દિવસ બાદ પણ સરકારે આ રૂૂપિયા સરભર કરેલ નથી.

જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા માલુમ પડેલ છે કે હકીકતમાં ઉપરોક્ત જમવાનો ખર્ચ કલેક્ટર બનાસકાંઠાના અંડરમાં નાયબ ચૂંટણી કલેક્ટરે તેના ટેન્ડર મંગાવ્યા હતા. પરંતુ ત્યારબાદ કલેક્ટરે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સૂચન કરીને ઉપરોક્ત બિલ ચૂકવવા કહેલ. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુ પોતાની આસ્થાથી દાન આપી રહ્યા છે પરંતુ તેમના દાનનો આ પ્રમાણે દૂર ઉપયોગ થઈ રહ્યો છે અહીં આંખે ઉડીને વળગે તેવી બાબતે છે કે 16 માર્ચ 2024 ના રોજ ચુંટણી જાહેર કરી હતી. પરંતુ એ પહેલા આ સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હતી છતાં તે પહેલા નાયબ ચૂંટણી અધિકારીઓએ કોના આદેશથી ચૂંટણી પંચન લેટરપેડ ઉપર આવા પ્રકારનો વર્ક ઓર્ડર આપેલ હતો તે પણ એક મોટો તપાસનો વિષય છે.

Advertisement

અને ચૂંટણી પંચના ખર્ચ હોય. તો એ કેન્દ્રનું ચૂંટણી પંચ અથવા ગુજરાતનું ચૂંટણી પંચ ચૂકવે, ચૂંટણી પંચના લેટર પેડનો દુર ઉપયોગ કરીને ચૂંટણી પંચ બીલ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટને કંઈ રીતે મોકલી શકે? અને મોકલ્યું હોય તો પણ દેવસ્થાન ટ્રસ્ટ બિલ મંજૂર કરે એનું એક જ કારણ જીલ્લા ચૂંટણી અધિકારી હોદ્દાની રુએ બનાસકાંઠા કલેકટર અને અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન પણ હોદ્દાની રુએ પણ બનાસકાંઠા કલેક્ટર એટલે દલા તરવાડીની જેમ વેહેચણી કરી નાખવાની.

વિધાનસભાનાં અધ્યક્ષ આ બધા વીવીઆઇપીને આમંત્રણ આપીને અંબાજી લાવ્યા હતા તો આ બધા અધ્યક્ષના મહેમાનો હતા તો આ ખર્ચ ખરેખર આસ્થા અને શ્રદ્ધાથી ભકતોના આવેલાં દાનના નાણાંથી ખર્ચવાને બદલે અધ્યક્ષે સ્વયં પોતાનાં નાણાં આપવાં જોઈએ અથવા સરકારમાંથી નાણા અપાવવા જોઈએ અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસ માંગણી કરે છે કે જો મુખ્યમંત્રી અને ધારાસભ્યોને માટે 1745 રૂૂપિયાની જમવાની થાળી અને 720ની ચાની ચૂસકી ધર્મપ્રેમી જનતાએ આપેલા દાનના રૂૂપિયાથી ચૂકવવામાં આવેલ હોય. જ્યાં માતાજીનું હ્રદય બિરાજમાન છે ત્યાં માતાજીની આસ્થા સાથે ચેડાં થતાં ભક્તોના હ્રદયને ઠેસ પહોંચી છે માટે સત્વરે ઉપરોક્ત બિલના નાણાં મંદિર ટ્રસ્ટમાં પરત લાવવા કડક કાર્યવાહી કરવામાં આવે. જો ભક્તોની આસ્થા સમાન તેમના દાનના નાણા સરકાર દ્વારા મંદિર ટ્રસ્ટને પાછા આપવમાં નહીં આવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અંબાજી મંદિરનો કયુઆર કોડ લઈને ભાજપના ધારાસભ્યોના મતવિસ્તારમાં તેમની પાછળ ખર્ચાયેલા મંદિરના રૂૂપિયા નાગરિકો પાસેથી દાન સ્વરૂૂપે ઉઘરાવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement