ગુણોત્સવનું મૂલ્યાંકન હવે નવી શિક્ષણ નીતિ મુજબ થશે
નવા માપદંડનો મુસદ્દો તૈયાર : સપ્તાહમાં જ સત્તાવાર જાહેરાત થવાની શક્યતા
ગુજરાત સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવતા સુધારવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષ ગુણોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવે છે. એન તેમાં મુલ્યાંકન માટે વિવિધ માપદંડ નક્કી કરવામાં આવે છે. ત્યારે આગામી વર્ષ યોજાનાર ગુણોત્સવમાં નવી શિક્ષણ નીતિ મુજબ શાળાના મુલ્યાંકન માટે વિવિધ માપદંડ નક્કી કરાયા છે. અને તેનો મુસદો તૈયાર કરવામાં આવ્યો છે જે અઠવાડિયામાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
છેલ્લા પંદર વર્ષથી શાળાઓમાં ગુણોત્સવનુ આયોજન થાય છે.
હવે રાજ્યમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે જેને અનુલક્ષીને ગુણોત્સવ માટે પણ મૂલ્યાંકન પદ્ધતિમાં પરિવર્તન લાવવું જરૂૂરી બન્યું છે. નવી શિક્ષણ નીતિ અનુસાર ગુણોત્સવની નવી મૂલ્યાંકન પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે અને આ નવી પદ્ધતિ અંગે આ સપ્તાહમા વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી શકે છે.ગુજરાતમાં આશરે 32 હજારથી વધુપ્રાથમિક શાળાઓ અને આશરે 8 હજારથી વધુ અનુદાનિત માધ્યમિક શાળાઓ છે, આ તમામ શાળાઓમાં ગુણોત્સવ મૂલ્યાંકનની નવી પદ્ધતિ લાગુ પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂલ્યાંકન પદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન કરવામાં આવ્યું છે અને નવી પદ્ધતિમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. નવી પદ્ધતિ માટે શિક્ષણ વિભાગ દ્વારા ભારે મનોમંથન કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
નવી ગુણોત્સવ મૂલ્યાંકન પદ્ધતિમાં ત્રણ પદ્ધતિઓ અપ્નાવવામાં આવી શકે છે. આ પદ્ધતિમાં સૌથી પહેલાં તો શાળા સ્વમૂલ્યાંકન કરશે જે માટે પાંચ જેટલાં વિભાગમાં વિવિધ માપદંડ અનુસાર મૂલ્યાંકન કરવાનું રહેશે.
આ માટે પ્રાથમિક વિભાગમાં 67જેટલાં નવા માપદંડ તૈયાર કરવામાં આવ્યાં છે જયારે માધ્યમિક વિભાગ માટે ચાર વિભાગમાં 70 જેટલા માપદંડ નિયત કરવામાં આવ્યાં છે.
આ માપદંડમાં વિદ્યાર્થીઓની હાજરી, સંત્રાંત પરીક્ષાના પરિણામ અને સામાયિક કસોટીના ડેટા વગેરે લઈ શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા ત્રણ સ્તરની રાખવામાં આવશે. ગુણોત્સવમાં આ પ્રકારનો ફેરફાર આશરે 10 વર્ષ પછી કરવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા પામ્યું છે.અહી નોધવુ જરુરી છેકે ગુણોત્સવ 2.0 લોન્ચ કરવામાં આવ્યા બાદ વર્ષ દરમિયાન શાળાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે.
આ મુલ્યાંકન માટે શિક્ષકોમાંથી પરીક્ષા આપી પસંદગી પામેલા સ્કુલ ઇન્સ્પેકટરો દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન તેમને ફાળવવામાં આવેલી શાળાઓમાં જઇને નકકી કરેલા માપદંડના આધારે સ્કુલનું મૂલ્યાંકન કરવામાં આવે છે.ગુણોત્સવમાં અત્યાર સુધી શાળાઓને ગ્રેડ આપવામાં આવતા હતા.
પરંતુ હવે ગ્રેડના બદલે કલર ઝોન નકકી કરાયા હતા.છેલ્લ ગુણોત્સવ મા જેમાં 100 ટકામાંથી 75 ટકા કે તેના કરતા વધુ ટકા લાવનારી શાળાઓને ગ્રીન ઝોનમાં, 75 થી 50 ટકા લાવનારી શાળાઓને યલો ઝોનમાં, 50 ટકાથી 25ટકા લાવનારી શાળાઓને રેડ ઝોનમાં અને 25 ટકાથી ઓછી લાવનારી શાળાઓને બ્લેક ઝોનમાં મુકવામાં આવે છે. જયારે 90 ટકાથી વધુ લાવનારી શાળાઓને ગ્રીન ઝોન-4 માં સમાવેશ કરવામાં આવયો હતો.