રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતને તરબતર કરી મેઘરાજાનો વિરામ

11:15 AM Jul 31, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પાટણ, અબડાસા, માંડવી, દ્વારકા, કાલાવડ, વિરમગામમાં 1થી 6 ઈંચ વરસાદ વરસ્યો, આજથી સર્વત્ર ઉઘાડ

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મોટાભાગના જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જે ગઈકાલે પણ ચાલુ રહ્યાબાદ આજે સવારથી મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ જોવા મળ્યો હતો. ગઈકાલે પાટણમાં 6, અબડાસામાં 4, વીરનગર 3॥ તેમજ માંડવી, દ્વારકા, કાલાવડ અને વિરમગામમાં 0॥થી 2 ઈંચ વધુ પાણી વરસી ગયું હતું. ત્યારે આજે સવારથી મોટાભાગના પંથકમાં સુર્યનારાયણે દર્શન દેતા ઉઘાડ જોવા મળ્યો છે. તેના કારણે વરાપની રાહ જોતા ખેડુતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. રાજકોટ, જામનગર અને દ્વારકા જિલ્લામાં સતત પાંચ દિવસથી વરાપ નીકળ્યા પછી ફરી મેઘરાજાનું આગમન થયુ છે. ખંભાળીયા, બે, દ્વારકા પોણા બે, રાજકોટ, કલ્યાણપુર, કાલાવડમા દોઢ ઈંચ વરસાદ પડયો હતો. ખેડૂતોના ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે ત્યાં ફરી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર થયા છે તથા પાક ઉપર પણ ખતરો ઉભો થયો છે. છતાં આજે સવારથી મોટાભાગના વિસાતારોમાં વરાપ જોવા મળ્યો છે.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં એક ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે ભાણવડમાં પાંચ મિમી વરસાદ પડયો હતો. તે પછી સવારે 6થી 8 દરમ્યાન ખંભાળીયામાં બે ઈંચ વરસાદ બે કલાકમાં પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ઘી સિંહણ ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા. દ્વારકામાં પણ અડધો ઈંચ તથા કલ્યાણપુરમાં પણ અડધો ઈંચ વરસાદ પડયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈ રાતથી આજે સાંજે ચાર વાગ્યા સુધી ખંભાળિયામાં પરમીમી, કલ્યાણપુરમાં 30 મીમી, દ્વારકા તાલુકામાં 42 મીમી, વરસાદ નોંધાયો હતો.

જામનગર શહેરમાં 13 મીમી, કાલાવડમાં 36 મીમી અને લાલપુરમાં 19 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ગતરાત્રીના ગ્રામ્ય વિસ્તારોમાં જામનગર તાલુકાના વસઈમાં 3 મીમી, મોટી ભલસાણામાં 15 મીમી, ધ્રોલના લતીપુરમાં 2 મીમી, કાલાવડના મોટા વડાળામાં 42 મીમી, ભલસાણ બેરાજામાં 5 મીમી, મોટા પાંચદેવડા 35 મીમી, સમાણામાં 10 મીમી, ઘુનડામાં પર મીમી, પીપરટોડામાં 3 મીમી, ભણગોરમાં 3 મીમી, મોટા ખડબામાં 16 મીમી, મોડપરમાં 5 મીમી અને હરીપરમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં 6 મીમી, રાણાવાવમાં 2 મીમી, મોરબી 1 મીમી, ટંકારા 7 મીમી, હળવદ 5 મીમી વરસાદ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સિસ્ટમ નબળી પડી: ચાર દિવસ વરસાદની શક્યતા નથી
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ અપરએર સાયક્લોનીક સિસ્ટમ નબળી પડી સૌરાષ્ટ્ર-કચ્છ, રાજસ્થાન થઈને પાકિસ્તાન તરફ ફંટાઈ જતા તેમજ લઘુતમ તાપમાનમાં વધારો જોવા મળતા આગામી 3થી 4 દિવસ ભારે વરસાદની શક્યતા જોવાતી નથી. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના જોવાઈ રહી છે.

Tags :
gujaratgujarat newsMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement