For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મળશે

03:44 PM Mar 06, 2024 IST | Bhumika
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મળશે
  • આવાસની કિંમતના 10 ટકા ફી ભરી લાભાર્થી વેચાણ કરી શકશે
  • કમિશનર વિભાગમાંથી અલગ-અલગ પ્રોજેક્ટની 87 દરખાસ્ત રજૂ, સૌથી વધુ દરખાસ્ત ડીઆઈ પાઈપલાઈનની

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતી કાલે બપોરે મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ અલગ પ્રોજેક્ટના ખર્ચ મંજુરી માટેની 87 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આચાર સહિંતા લાગુ પડે તે પહેલા પ્રોજેક્ટ શરૂ થઈ જાય તે માટે આવતી કાલે એક જ દિવસ જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટિનું આયોજન કરવામાં આવેલ છે. 87 દરખાસ્ત પૈકી નાનામવા ખાતે 118 કરોડમાં વેચેલ પ્લોટ ખાલસા કરવાની અને આવાસ યોજનાનું ક્વાટર વેચાણ કરેલ હોય ત્યારે ખરીદનારને આવાસના 10 ટકા ફી ભરી દસ્તાવેજ બનાવી આપવા તેમજ અલગ અલગ વિસ્તારમાં જૂની પાઈપલાઈનની જગ્યાએ ડીઆઈ પાઈપલાઈન નાખવાની સૌથી વધુ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે આવતી કાલની સ્ટેન્ડિંગમાં મંજુર કરવામાં સંભવ કરવામાં આવશે.
મનપામાં આવતી કાલની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 87 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરૂૂજીનગર આવાસ યોજના અંતર્ગત સાધુવાસવાણી રોડ તથા રાણી ટાવર પાસે કુલ મળીને 856 આવાસોનું નિર્માણ કરી ડ્રો દ્વારા આવાસોની ફાળવણી વર્ષ 2005-06 થી નાગરિકોને કરવામાં આવેલ. સદરહુ આવાસોના લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓએ આવાસ પેટે વિકાસકામની રકમ રૂૂ.20,000/- તથા માસિક રૂૂ.435/- ના કુલ 180 હપ્તા લેખે રૂૂ. 78,300/- મળી કુલ રકમ રૂૂ. 98,300/- ભરપાઈ કરી આપેલ હોય અને આવાસ ખાતે મૂળ લાભાર્થી વસવાટ કરતા હોય તેવા લાભાર્થીઓને આવાસનો વેચાણફ દસ્તાવેજ કરી આપવાનું સંદર્ભ (1) ના હુકમથી મંજુર થયેલ છે.

Advertisement

પરંતુ આ આવાસ યોજના ખાતે, આવાસોના દસ્તાવેજ થયા પહેલાજ ઘણા મુળ લાભાર્થીઓએ ઉતરોત્તર વેચાણખત/કુલમુખત્યારનામાં દ્વારા આવાસ અન્ય આસામીઓને વેચાણથી આપેલનું ધ્યાને આવેલ છે તેમજ આવા કિસ્સાઓની સંખ્યા ખુબ મોટી છે. સબબ મૂળ લાભાર્થી દ્વારા આવાસનું અન્યને વેચાણ કરેલ હોઇ તેવા સંજોગોમાં ટ્રાન્સફર ફી વસુલ કરી, હાલના આવાસ ધારક જોગ દસ્તાવેજ કરી આપવાનો નીતિવિષયક નિર્ણય કરવાનો થાય છે.આ અગાઉ આ હુડકો, ધરમનગર તથા 3012 આવાસ યોજનામાં મુળ લાભાર્થીએ ઉતરોત્તર વેચાણખત/કુલમુખત્યારનામાં દ્વારા આવાસ અન્ય આસામીઓને વેચાણથી આપેલ હોઇ તેવા કિસ્સામાં ટ્રાન્સફર ફી વસુલ લઇ, અન્ય આસામી જોગ દસ્તાવેજ કરી વખતો વખતના આપવાનું સ્થાયિ સમિતિ ઠરાવથી મંજુર કરવામાં આવેલ છે.
સબબ આ આવાસ યોજના માટે પણ, મુળ શરતોને આધીન લાભાર્થીએ ઉતરોત્તર વેચાણખત/કુલમુખત્યારનામાં દ્વારા આવાસ અન્ય આસામીઓને વેચાણથી આપેલ હોઇ તેવા કિસ્સામાં ટ્રાન્સફર ફી વસુલ લઇ, અન્ય આસામી જોગ દસ્તાવેજ કરી આપવા યોગ્ય જણાય છે. આ માટે આવાસની કુલ કિંમતના 10% લેખે એટલે રૂૂ.9.830/- ની વન ટાઇમ ટ્રાન્સફર ફી વસુલ લઇ હાલના આવાસ ધારક જોગ દસ્તાવેજ કરી આપવાનું ધોરણ રાખવા મેનેજરશ્રી આવાસ(વહીવટી) શાખાનો અભિપ્રાય છે.

સબબ ઉકત સઘળી વિગત ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરૂૂજીનગર આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરેલ 856 આવાસો પૈકી, મૂળ લાભાર્થી દ્વારા આવાસનું અન્ય આસામીને વેચાણ કરેલ છે. તેવા કિસ્સામાં રૂૂ.9,830/- ની વન ટાઇમ ટ્રાન્સફર ફ્રી વસુલ લઇ, હાલના આવાસ ધારક જોગ દસ્તાવેજ કરી આપવા અંગેની આ દરખાસ્ત સ્થાયિ સમિતિ સમક્ષ રજુ કરી જરૂૂરી ઠરાવ કરાવશો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement