વાવડીની કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચરનાર બેલડી રિમાન્ડ પર
વિંછિયા પંથકના બંને આરોપીએ બિનખેતીના બોગસ હુકમ સહિતના દસ્તાવેજો ઊભા કર્યા’તા
વાવડીની કરોડોની સરકારી જમીનના બિનખેતીના બોગસ હુકમ સહિતના નકલી દસ્તાવેજો બનાવી પચાવી પાડવાનુ કૌભાંડ આચારનાર વિંછીયા પંથકની બેલડીને ક્રાઇમબ્રન્ચે ઝડપી લીધી હતી. જે બંને આરોપીને રીમાન્ડની માંગ સાથે અદાલતમાં રજુ કરતા કોર્ટે બંને આરોપીને ચાર દિવસના રિમાન્ડ ઉપર સોપતા ક્રાઇમબ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જીવરાજપાર્કમાં રહેતાં અને કલેકટર કચેરી કપાઉન્ડમાં આવેલી તાલુકા મામલતદાર ઓફિસમાં સર્કલ ઓફિસર-2 તરીકે ફરજ બજાવતા શીરીષભાઈ બાણગરીયાએ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમા આરોપી તરીકેવિંછીયાના છાસીયા ગામે રહેતા રશીક ધનાભાઇ માલકીયા અને વિંછીયાના અમરાપુર ગામે રહેતા શૈલેષ જગશીભાઇ વાસાણીના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.12/12/2024 ના અરજદાર રેતુલભાઈ ચંદ્રકાંતભાઈ શાહની અરજી સાથે રજૂ થયેલા દસ્તાવેજની ચકાસણી કરતા વાવડીગામની 10,000 ચો.મીટર સરકારી જમીનનો બિનખેતીની પરંવાનગી આપતો હુકમ બોગસ હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી બીજા દસ્તાવેજોની ચકાસણી કરતા મામલતદાર અને કલેકટરના બોગસ સહિ-સિક્કા હોવાનુ અને હાઇકોર્ટના ઓરલ ઓર્ડર પણ નકલી હોવાનુ ખુલવા પામતા આ અંગે ક્રાઇમબ્રાન્ચમાં ફરિયાદ નોંધવતા પોલીસે બંને આરોપી ધરપકડ કરી રિમાન્ડની માંગ સામે અદાલતમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેથી પોલીસે બંને આરોપીને રિમાન્ડ ઉપર લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.