મ્યુનિ.કોર્પોરેશનની આગામી ચૂંટણી મુખ્યલક્ષ્ય: માધવ દવે
સબકા સાથ સબકા વિકાસ... સૌને સાથે રાખીને ચાલવાનો નવનિયુકત શહેર ભાજપ પ્રમુખનો વાયદો
રાજકોટ શહેર ભાજપના 16માં પ્રમુખ તરીકે સૌમ્પ અને નિખાલસ સ્વભાવના ડો.માધવ દવેની વરણી સાથે જ નાના મોટા તમામ કાર્યકરોમાં હર્ષની લાગણી છવાઇ છે. ‘ગુજરાત મિરર’ના આંગણે પધારેલા નવનિયુકત પ્રમુખ ડો.માધવ દવે એ જણાવ્યુ હતુ કે, મવડી મંડળ દ્વારા મારા ઉપર જે વિશ્ર્વાસ મુકવામાં આવ્યો છે. તેને સાર્થક કરી બતાવીશ
આગામી સમયમાં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર હોય તમામ વોર્ડમાં ભાજપના જંગી વિજય માટે સૌને સાથે રાખીને અત્યારથી જ તૈયારી કરવાનો નિર્ધાર ડો. દવે એ વ્યકત કર્યો હતો. કમુરતા પૂર્ણ થતા જ નવા સંગઠનની રચના કરવામાં આવશે,
રાજકોટ શહેર ભાજપના સંગઠનને વધુને વધુ બળવત્તર બનાવવા તેમનો પ્રયાસ રહેશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવક એવા માધવ દવે તરૂૂણવયથી સંઘ સાથે જોડાયેલા છે તદઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ યુવા મોરચામાં વિવિધ જવાબદારીઓ સંભાળી ચુક્યા છે.
મૂળ અમરેલી જિલ્લાના વતની અને વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયેલા 49 વર્ષીય માધવ દવેના નેતૃત્વમાં રાજકોટ મહાપાલિકાની આગામી ચુંટણી લડાશે.આગામી દિવસોમાં ટૂંક સમયમાં પ્રદેશના આદેશ અને નિર્દેશ મુજબ તેઓ શહેર સંગઠન માળખાની રચના કરશે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ વધે માધવ દવેનું નામ જાહેર કરાયા બાદ હવે ટૂંક સમયમાં જ ઉપપ્રમુખ મહામંત્રી,મંત્રી, કોષાધ્યક્ષ સહિતના હોદ્દેદારોની પ્રદેશના આદેશ અને નિર્દેશ અનુસાર નિમણૂક કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે આવતા વર્ષે મહાપાલિકાની ચૂંટણી હોય વધુને વધુ લોકાભિમુખ કામો થાય અને જંગી બહુમતીથી ચૂંટણીમાં જીત મળે તે પ્રકારના કાર્યક્રમો રહેશે.
રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ માધવ દવે બ્રહ્મ સમાજમાંથી આવે છે અને મૂળ અમરેલીના વતની છે.
1997 સુધી તેઓ અમરેલી ભાજપમાં સક્રિય હતા અને ત્યારબાદ 1998થી રાજકોટમાં આરએસએસ, અભાવિપ, યુવા ભાજપ અને શહેર ભાજપમાં સક્રિય રહ્યા હતા. રાજકોટ શહેર ભાજપ થી લઈને પ્રદેશ ભાજપ સુધી વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. માધવ દવે ના પિતા કિશોરભાઈ દવે અને તેમના દાદા પણ સંઘ પરિવાર અને ભાજપ સાથે જોડાયેલા છે.
અગાઉ તેઓ રાજકોટ શહેર ભાજપમાં મંત્રી તરીકે અને છેલ્લે મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. માધવ દવે ઉચ્ચ શિક્ષિત છે તેવો બીએ, એલએલબી, એલએમએમ, એમજેએમસી અને પી.એચડીની પદવી ધરાવે છે.